



ગેરકાયદેસર રીતે ના ઔદ્યોગિક પ્રદુષિત કેમિકલ નિકાલ ના આંતરરાજ્ય ના કૌભાંડ માં ગત રાત્રે વધુ બે ટેન્કર ઝડપાયા જેમણે ઝગડિયા જીઆઇડીસી માંથી ગેરકાયદેસર રીતે કેમિકલ ભર્યું છે.
ગેરકાયદેસર ના કેમિકલ નિકાલ ની રોજ બે રોજ ઘટના વધતી જ જાય છે અને હવે આંતરરાજ્ય કૌભાંડ બનતું જાય છે. આ બાબતો માં પ્રજામાં પણ હવે જાગૃતિ આવી છે. પરંતુ GPCB પોતાની નિંદ્રાવસ્થા માંથી જાગતુંં નથી.
ગત રાત્રે જાગૃત નાગરિકો દ્વારા બે શંકાસ્પદ લાગતા તેમજ રાજ્ય બહાર ના રજીસ્ટ્રેશન નંબર ધરાવતા કેમીકલ ટેન્કરો જેમના નંબર MH04GC2315 અને MP09KD6700 ની માહિતી પર્યાવરણ વાદીઓને અને કોસંબા પોલીસ સુધી પહોંચતા પોલીસ દ્વારા આ બન્ને ટેન્કરો તેમજ ચાલકની અટકાયત કરવામાં આવી છે. પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ ના અધિકારીઓને પણ આ માહિતી આપવામાં આવી છે. જેમના દ્વારા તેમની રૂટિન મુજબ ની તપાસ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંસ્થાના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ઔદ્યોગિક વિકાસ ની સાથે સાથે ગેરકાયદેસર ઔદ્યોગિક વેસ્ટ કેમિકલ નિકાલ ના ગોરખધંધા નો પણ વિકાસ થયો છે. પ્રદુષણ માફિયા ઓ સરકાર ની નીતિ-નિયમો થી બે પગલાં આગળ જ હોય છે. તંત્રના છટકબારીવાળા કાયદાઓનો લાભ આ માફિયાઓ ઉઠાવી રહ્યા છે. ગાડીઓની ખોટી નંબર પ્લેટનો ઉપયોગ તેમજ ખોટા વાહનના દસ્તાવેજો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તારીખ 20 ના રોજ રાજસ્થાન પાસિંગ વાહન હતું આજ ના બનાવ માં એક MP નું પાસિંગ અને બીજું મહારાષ્ટ્ર ના પાસિંગ ની ગાડી છે.
ટેન્કર ડ્રાઈવર ના કહ્યા મુજબ “તેણે આ બંને ગાડીઓ ઝગડિયા જીઆઇડીસીમાં આવેલ કંપની માંથી ભરી છે અને પોતે અભણ હોવાથી કંપની નું નામ જાણતો નથી.”