



કેયુર પાઠક – કોરોના વાયરસના સંક્રમણને લઈને હવે અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી પોલીસ પણ ફરી એકવાર એલર્ટ બની છે. રવિવારે શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં સઘન પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કસૂરવારોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
દિવાળીના તહેવાર બાદ કોરોના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, ત્યારે કોરોના મહામારીને વધુ ફેલાતી અટકાવવા માટે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક લોકો ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરતા નથી, ત્યારે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા માસ્ક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માસ્ક વગર બહાર ટહેલવા નીકળતા વાહનચાલકો અને રાહદારીઓને 1-1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસે માસ્ક વિનાના કરતા આઠ લોકો પાસે રૂપિયા 8000નો દંડ વસૂલ્યો હતો જ્યારે કે હેલમેટ ન પહેરવાની અને ફોરવ્હીલરમાં સીટબેલ્ટ ના બાંધનારા લોકો પાસેથી રૂપિયા 10,000નો દંડ વસૂલ્યો હતો.
જીઆઇડીસી પોલીસે પણ આ દિશામાં કાર્યવાહી કરતા મુખ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતુ અને આંતરિક વિસ્તારોમાં પણ દુકાનદારો સહિતના લોકો પાસે દંડ વસૂલ્યો હતો.
કોરોના વાયરસના કારણે રાજ્યભરમાં લોકોએ છેલ્લા 8 મહિનાથી ધાર્મિક તહેવારો કે, ઉત્સવો મનાવ્યા ન હતા, ત્યારે અનલોક વેળા સરકાર દ્વારા આપવામાં આવેલી કેટલીક છૂટછાટ સાથે લોકોએ દિવાળીનો પર્વ મનાવ્યો હતો. પરંતુ દિવાળીના તહેવાર બાદ કોરોના વાયરસે ઉછાળો મારતા બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, ત્યારે રાજ્ય સરકાર ફરી એકવાર એક્શનમાં આવી છે. જેમાં કોરોના મહામારીને વધુ ફેલાતી અટકાવવા માટે લોકો માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક બેદરકાર લોકો કે, જેમાં માસ્ક વિહોણા વાહન ચાલકો અને નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા માસ્ક ચેકિંગ હાથ ધરાયું હતું. જોકે ટ્રાવેલ હિસ્ટ્રી ઉપરાંત લોકલ સંક્રમણથી સતત ભય વધતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સાવાચેતીના ભાગરૂપે માસ્ક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે માસ્ક વગર બહાર ફરતા લોકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી સાથે 1-1 હજાર રૂપિયાનો દંડ ફટકારતા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.