



ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રોજના સારવાર અર્થે 500થી વધુ દર્દીઓ તથા તેમના સ્વજનોની અવર-જવર રહેતી હોય છે. ખાસ કરીને ખાનગી દવાખાનાઓમાં મોંઘીદાટ સારવાર માટે નાણા નહીં હોવાના કારણે ગરીબ દર્દીઓ સિવિલમાં સારવાર કરાવવા માટે આવતાં હોય છે. એક તરફ કોરોના મહામારીના કારણે ઘણાં દર્દીઓ અહીંયા સારવાર લઈ રહ્યા છે. જોકે હાલમાં શિયાળાની ઋતુ ચાલતી હોય તો પણ પીવાંના પાણીની દરેક લોકોને જરૂરિયાત રહેલી હોય છે.પરંતુ કેટલાય દિવસોથી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્વજનોને પીવાનું અને વાપરવાનું પાણી નહીં આવતા હાલત કફોડી બની રહી છે.જેમની પાસે પૂરતી સારવાર કરાવવા રૂપિયા નહીં હોય અને તેમણે પીવા માટે પાણી માટે 10 થી 20 રૂપિયાની બોટલ ખરીદવાની ફરજ પડી રહી છે.જયારે બીજી તરફ દરેક બાથરૂમ અને શૌચાલય તૂટેલી હાલત અને ભારે ગંદકી હોવાથી દર્દીઓ અને સ્વજનોને પણ કુદરતી હાજતે જવા માટે ઘણી તકલીફો વેઠવી પડી છે.