



સંજય પાગે – એનસીસીના સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં વડોદરા એનસીસીના હેડક્વાટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
રક્તદાન કેમ્પમાં એનસીસી 1 એર, 2 નેવલ અને 3 આર્મીનાં અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં કેડેટ્સ ઉપસ્થીત રહી અને રક્તદાન કર્યું હતું.
એનસીસીમાં જોડાયેલ વિધાર્થીઓને દેશ સેવા સહિત સમાજ માટે ઉપયોગી થવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
કોરોનાની મહામારીમાં લોહોની જરૂરિયાત ઉભી થઈ હોવાથી એનસીસી વડોદરા હેડ કવાટર ખાતે સયાજી હોસ્પિટલનાં સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો.
એનસીસીની ત્રણેય પાંખનાં મળીને કુલ 75 જેટલા વિધાર્થીઓએ રકતદાન કર્યું હતું. એનસીસીનાં વિધાર્થીઓ એ કોરોના મહામારીમાં જિલ્લા પ્રસાશન સાથે મળીને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેની કામગીરીમાં જોડાયા હતા.
વડોદરા હેડ એનસીસી હેડ કવાટર નાં કમાન્ડિંગ ઓફિસર પવન કુમાર, સહિત લેફ્ટનન્ટ કર્નલ અમિત બેનર્જી એ.ઓન રક્તદાન કરીને કેડેટ્સ ને રકતદાન કરવા માટે પ્રેરણા આપી હતી.