Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsEducational

અંકલેશ્વર પબ્લિક સ્કૂલને રાષ્ટ્રીય કક્ષાના એજ્યુકેશન મેગેઝિન દ્વારા ત્રીજો ક્રમાંક અપાયો

અંકલેશ્વરની પોદ્દાર હાઇસ્કુલ અને આર. એમ. પી. એસ. હાઈસ્કુલને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમાંક એનાયત

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને તેજસ્વી બનાવવામાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલ નો ફાળો મહત્વપૂર્ણ

કેયુર પાઠક – રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક મેગેઝિન દ્વારા અંકલેશ્વરની 3 સ્કૂલને ટોપ ટેન સ્કૂલમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં પોદ્દાર હાઇસ્કુલ, આર.એમ.પી.એસ હાઈસ્કુલ તેમજ અંકલેશ્વર પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે.

અંકલેશ્વર-ઉમરવાડા રોડ પર આવેલી હ્યુમન એઇડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલને રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક મેગેઝિન દ્વારા ત્રીજો ક્રમાંક આપવામાં આવતા શાળાના ટ્રસ્ટીગણ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી પ્રવર્તી રહી છે.

સમગ્ર દેશમાં શિક્ષણ સંસ્થાઓની ઉપર ધ્યાન આપતી અને ગુણવત્તાસભર શિક્ષણ આપતી સંસ્થાઓ અંગે નિયમિત રીતે માહિતી પ્રગટ કરતાં રાષ્ટ્રીય કક્ષાના મેગેઝિન એજ્યુકેશન વર્લ્ડ ઑફ ઈન્ડીયન સ્કૂલ રેન્કિંગ દ્વારા અંકલેશ્વરની ટોપ ટેન શાળાઓમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલને ત્રીજો રેન્ક આપવામાં આવ્યો છે. આ મેગેઝીન દ્વારા એના વિશેષાંકમાં પણ આ માહિતી સચોટ રીતે આપવામાં આવી છે.

આ અંગે અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે આ શાળા અંકલેશ્વરના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ પણ આધુનિક અંગ્રેજી માધ્યમના શિક્ષણથી વંચિત ન રહે એ માટે સતત કાર્યરત રહી છે. આગામી દિવસોમાં પણ અમારું લક્ષ્ય એ જ રહેશે કે કોઈપણ વિદ્યાર્થી સાંપ્રત સમયમાં અશિક્ષિત તો ન જ રહે પરંતુ તમામ પડકારોને પહોંચી વળવા માટે શિક્ષણના માધ્યમ દ્વારા સક્ષમ બને. અમે એ દિશામાં સતત પ્રયત્નશીલ છીએ.

संबंधित पोस्ट

MP की शिवराज सरकार बनाएगी Cow Cabinet, ये पांच विभाग होंगे शामिल

Vande Gujarat News

કન્ટેનરમાં લાગેલી આગ બાદ પાંચ દિવસ સુધી વેસ્ટ પડી રહ્યું

Vande Gujarat News

Breaking News:महाराष्ट्र: भंडारा के जिला अस्पताल में शॉर्ट सर्किट से लगी आग, 10 बच्चों की मौत

Vande Gujarat News

લમ્પી સૌરાષ્ટ્ર-કચ્છમાં L.S.D.થી 144 પશુનાં મોત, 536 ગામડાંઓ અસરગ્રસ્ત જાણો કયો વાયરસ ફેલાયો

Vande Gujarat News

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

Vande Gujarat News

2 કરોડ કરતાં ઓછું ટર્નઓવર હોય તો વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ, 1 કરોડ વધુ GST કરદાતાને થશે ફાયદો

Vande Gujarat News