



- ગુજરાત સ્થાપના દિને ચિત્ર,નિબંધ અને કાવ્યલેખન સ્પર્ધા યોજાઇ હતી
- જિલ્લાના 3037 વિદ્યાર્થીઓએ જુદીજુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો
ગુજરાતના સ્થાપના દિને ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના કોરોના વોરિયર્સ વિશે ચિત્ર, નિબંધલેખન અને કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની શાળાના 3037 વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા,કાવ્યસ્પર્ધા,નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જિલ્લા કક્ષાએ પ્રાથમિક અને માધ્યમિક / ઉચ્ચતર વિભાગમાં ત્રણે સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય તૃતીય નંબર મેળવ્યો હતો.તેમાં ભરૂચ જિલ્લામાંથી બે વિદ્યાર્થીઓ જેમાં ચિત્ર સ્પર્ધામાં નારાયણ વિદ્યાલયના શુભમ જાદવ અને કાવ્ય લેખનમાં અંકલેશ્વર એસવીઈએમ સ્કૂલની વિદ્યાર્થીની પરી જાગુવાલાએ રાજ્ય કક્ષાએ નંબર મેળવ્યો હતો.જયારે અન્ય વિદ્યાર્થીઓએ પણ દ્રિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને ઇનામની રકમ પ્રાપ્ત કરી છે.

શુભમ જાદવ