



સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સંગઠનની રચના, જિલ્લા પ્રમુખની નિમણૂંક તાજેતરમાં જ થઇ હતી
ભરત ચુડાસમા – સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુર્વે ભાજપ દ્વારા નવા પ્રમુખ-હોદ્દેદારોની નિમણૂંકનો દોર શરૂ કર્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ તરીકે તાજેતરમાં જ નિમાયેલાં મારૂતીસિંહ અટોદરિયાએ આજે ગુરૂવારે તેમની સંગઠનની બોડીની જાહેરાત કરી છે.ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ દરેક જિલ્લાના પ્રમુખની જાહેરાત તાજેતરમાં જ કરી દેવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખનો તાજ મારૂતિસિંહ અટોદરિયાના શીરે મુકવામાં આવ્યો હતો. પ્રમુખની નિમણૂંક બાદ હવે તેઓ તેમની ટીમ ક્યારે જાહેર કરે અને તેમાં કોનો કોનો સમાવેશ કરે તે તરફ કાર્યકરોની મીટ મંડાઇ હતી. જોકે આજે તેમણે સંગઠનની ટીમ જાહેર કરી હતી.
જાહેર કરાયેલી યાદીમાં મારૂતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં ઉપપ્રમુખ તરીકે જંબુસરના પ્રતાપસિંહ પરમાર, અંક્લેશ્વર નોટીફાઇડના અશોક ઝા, ભરૂચ શહેરના દિવ્યેશ પટેલ તેમજ દક્ષાબેન પટેલ, ભરૂચ તાલુકાના દિવ્યજીતસિંહ ચુડાસમા અન ધર્મેશ પરમાર, નેત્રંગમા મનસુખ શંકર વસાવા, અંક્લેશ્વર તાલુકામાં ફાલ્ગુનિ પટેલના નામ જાહેર કરાયાં છે. ઉપરાંત 3 મહામંત્રી તેમજ 8 મંત્રી અને એક કોષાધ્યક્ષ મળી 21 નામોની જાહેરાત