



5 દિવસ પૂર્વે નિલેશ ચોકડી પર કન્ટેનરમાં લાગેલી આગ બાદ બળેલા રાસાયણિક વેસ્ટ ઉઠવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે. રાસાયણિક કચરો માર્ગ પરથી નહીં હટાવતા સ્થાનિક રહીશોથી માંડી વાહન ચાલકોને હાડમારી વેઠવી પડી રહી છે.અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર 48 પર નિલેશ ચોકડી નજીક ગત 22 નવેમ્બરના રોજ મુંબઈથી ફરીદાબાદ જતા કન્ટેનરમાં આગ લાગી હતી.12 કલાક કરતા વધુ ચાલેલી આગમાં રાસાયણિક ડ્રમો ફાટ્યા હતા અને અનેક વિધ રાસાયણિક કેમિકલ કચરો બળીને ખાખ થયો હતો. જે અર્ધ બળેલ કેમિકલ વેસ્ટ આજે 5-5 દિવસ બાદ પણ સ્થળ પર જ પડેલો જોવા મળી રહ્યો છે. તેમાંથી તીવ્ર વાસ આવી રહી છે. જે વાહન ચાલકો અને નજીક કંપની તેમજ આજુબાજુના ટ્રાન્સપોર્ટરો માટે ભારે હાડમારી વેઠવાનો વારો આવી રહ્યો છે.
આ અંગે જીપીસીબી તેમજ સ્થાનિક વહીવટી તંત્રને રજુઆત કરવામાં આવી હોવા છતાં તે હજી સુધી ઉઠવામાં આવ્યો નથી અને રાસાયણિક વેસ્ટ જાહેરમાં પડેલો જોવા મળી રહ્યો છે. જે કેમિકલની તીવ્ર વાસને લઇ લોકો આજે પણ તકલીફ અનુભવી રહ્યા છે. ત્યારે વહેલીતકે ત્યાં પડેલો રાસાયણિક કેમિકલ વેસ્ટ ઉઠાવી તેની કેમિકલ વેસ્ટ ડમ્પિંગ સાઈડમાં નિકાલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.