



અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરીનું નવીનીકરણ થયું પણ સ્ટાફની ભરતી નહીં કરાતા લોકોના કામો અટવાયા
અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી નવી બન્યા બાદ પુરતા સ્ટાફની ભરતી નહીં કરાતા મસમોટી કચેરી પણ ખાલીખમ જણાઇ રહી છે. પોતાનું કામ લઇને આવતા તાલુકાના અરજદારો જાણેધકકા ખાઇ રહ્યા છે. સ્ટાફની અછત હોવાની વિગતોનો ઘટસ્ફોટ સ્થાનિક આરટીઆઇ એક્ટિવીસ્ટે માંગેલી માહિતીમાં થયો છે. વળી આ કચેરીમાં માત્ર 5 વર્ષમાં જ 14 વખત તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાઇ છે. અંકલેશ્વર તાલુકા સામાજિક કાર્યકર અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સલીમ પટેલ દ્વારા તાલુકા પંચાયત ખાતે સ્ટાફ અંગે માહિતી મેળવા આર.ટી.આઈ કરવામાં આવી હતી. જેમાં બહાર આવેલી વિગતો ચોંકાવાની જોવા મળી રહી છે. 60 જેટલા ગામોનો કારભાર તેમજ દસ્તાવેજી રેકર્ડ તાલુકા પંચાયત કચેરી પર નિર્ભર છે.
જે અરજી કરતા અને લાભાર્થીઓ તેમજ કામ માટે આવતા લોકો ધરમના ધક્કા ખાવા મજબુર બન્યા છે. વિવિધ કામો વિષે પ્રજા માં અસંતોષ છે કારણ કે તેમની અરજીઓ નો સમયસર નિકાલ થતો નથી. આર.ટી.આઈ હેઠળ મળેલી માહિતી મુજબ હાજર કર્મચારી તેના કામને ન્યાય આપી શકતો નથી કારણ કે મોટા ભાગે ના કર્મચારીઓ વધારાનો હવાલો સંભારે છે. ખુદ તાલુકા વિકાસ અધિકારીના જવાબદાર હોદ્દા સાથે પણ આવું જ છે. અહિયાં છેલ્લા પાંચ વર્ષ માં 14વખતતાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓ થઇ છે.
ભરતી થાય છે પણ કાયદાકીય અવરોધો વધ્યા
આ બાબતે જવાબદાર અધિકારીએ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સલીમ પટેલને જણાવ્યું હતું કે કર્મચારીઓની ઘટ હકીકત છે. કારણ કે અંદાજીત વર્ષ 2002 થી 2010 સુધી ભરતી બંધ કરવામાં આવી હતી. 2013 પછી ભરતીઓની પ્રક્રિયા ચાલે છે, ભરતી થાય છે પરંતુ નિમણુક સમયે વાંધા આવતા અનેક વખત કાયદાકીય અવરોધ પેદા થાય છે. જયારે સમયસર નિવૃત્તિઓ થતી રહે છે જેથી કર્મચારીઓની માંગ સામે કર્મચારીઓ ઘટ વર્તાય રહી છે.
કચેરીમાં 25ની સામે માત્ર16 કર્મચારીઓ
આ કચેરીમાં સરકારી મેહ્ક્મ મુજબ 25 કર્મચારીઓની જરૂર છે જ્યાં ફક્ત 16 કર્મચારીઓની જગ્યા ભરાયેલ છે. બાકીની 9 મહત્વની જગ્યાઓ હજી પણ ખાલી છેે. તાલુકા પંચાયતના ઈજનેર નિવૃત્ત થઈ રહ્યા છે તલાટીઓ બાબતે પણ આજ પરિસ્થિતિ છે જ્યાં વધારોનો હવાલો અપાય છે.