



કેયુર પાઠક – અંકલેશ્વર ખાતે વર્ષોથી સામાજીક અને સેવાકીય ક્ષેત્રે ખાતે કાર્યરત એવા રોટરી ઈનરવ્હીલ ક્લબના હાલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર એવા મીરાબેન પંજવાણીને ઇન્ટરનેશનલ ઈનરવ્હીલ ક્લબ દ્વારા અત્યંત પ્રતિષ્ઠા અને ગૌરવપૂર્ણ માર્ગારેટ ગોલ્ડીંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે
મીરા પંજવાણી વર્ષોથી નિર્માણ બાલવાડી નર્સરી પ્રોજેક્ટ, મોબાઈલ એજ્યુકેશન વાન પ્રોજેક્ટ તેમજ ડ્રોપ આઉટ લેનાર વિદ્યાર્થીનીઓને પુનઃ શિક્ષણ આપવા માટે વર્ષોથી સતત કાર્યરત છે. અને એમાં એમણે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. તેમની આ કામગીરી જોઈને રોટરી ઈનરવ્હીલ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તેમને માર્ગારેટ ગોલ્ડીંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જેને લઈને અન્ય સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત એવી સ્વયંસેવી સંસ્થાઓ પણ પ્રેરણા મેળવશે.
મીરાબેનને એવોર્ડ મળતા ઈનરવ્હીલ ક્લબના સૌ સદસ્યાઓ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત સેવાકીય સંસ્થાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.