Vande Gujarat News
Breaking News
Breaking NewsGujaratHealthSurendranagar

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો:વઢવાણના આશ્રમમાં રહેતી ગાયના પેટમાંથી 53 કિલો પ્લાસ્ટિક નીકળ્યું, 11 લોખંડની ખીલી, 6 પિન પણ નીકળી

ગાભણી ગાય હોવાથી પેટમાંથી મૃત વાછરડું પણ મળી આવ્યું

ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામેથી રેઢીયાળ બિનવારસી અને બીમાર ગાયોને લાવીને વઢવાણ ગૌતમ બદ્ધ આશ્રમમાં રાખવામાં આવી હતી. જેમાં એક ગાયનું મોત થતા અને તેનું પીએમ કરાવવામાં આવતા 11 લોખંડની ખીલી,6 સ્ટેપ્લરની પીન અને 53 કિલો પ્લાસ્ટીક નીકળ્યુ હતુ. આ ઉપરાંત ગાય ગાભણી હોવાથી તેના પેટમાંથી મૃત હાલતમાં વાછરડુ પણ મળી આવ્યુ હતુ.

શનિવારે તબિયત બગડતા ગાયનું મોત
વઢવાણના ધરમતળાવ ખાતે ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમ અને મોરી મૌર્ય સમ્રાટ અશોક ગૌશાળામાં ધ્રાંગધ્રાના ગુજરવદી ગામેથી બીમારી ગાય લવાઈ હતી. આથી ડોકટરો સારવાર કરતા હતા. પરંતુ ગાયની તબિયત વધુ બગડતા શનિવારે બપોરે તે મોતને ભેટી હતી. તેનુ પીએમ કરાવાતા ગાયના પેટમાંથી 11 લોખંડની ખીલીઓ, 6 સ્ટેપ્લરની પીનો, અન્ય બોલ્ટ, ધારદાર અને ઘાતક વસ્તુ ઉપરાંત 53 કિલો જેટલો પ્લાસ્ટીકનો ગઠ્ઠો નીકળ્યો હતો.

संबंधित पोस्ट

ચૂંટણીમાં અમદાવાદની 16 વિધાસભા બેઠકો પર 10 હજારથી વધુ પોલીસ જવાનો મુકાશે, 1300 સંવેદનશીલ મથકો

Vande Gujarat News

વાગરા કલમ ગામની સીમમાં બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો…

Vande Gujarat News

અંકલેશ્વરના પીલુદ્રા ગામે ટ્રેકટર તણાવાનો મામલે સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો બહાર આવ્યો

Vande Gujarat News

માસ્ક ન પહેરી ગુજરાતીઓએ રૂ. 93.56 કરોડ દંડ ચૂકવ્યો, કોરોનાના કેસો વધ્યા છતાં લોકોની આદત સુધરી નહીં

Vande Gujarat News

અસ્મિતા વિકાસ કેન્દ્રમાં અનેકવીધ પ્રવૃતિઓ ચાલી રહી છે. આજે સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે.

Vande Gujarat News

શૂલપાણેશ્વર અભ્યારણ્યના ઈકો સેન્સીટીવ ઝોનમાં 121 ગામોનો સમાવેશ : ખેડૂતોના ખાતામાં 135ની એન્ટ્રી શરૂ

Vande Gujarat News