



અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સત્તત ત્રીજા દિવસે પણ અંકલેશ્વર માં લોકો સ્ક્રીનિંગ કરાવામાં આવ્યું હતું અને વિવિધ વિસ્તારો માં 4 ટીમ બનાવી લોકો સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા તેમજ શહેર માં કોરોના વધુ ના ફેલાય તે માટે જિલ્લા સમાહર્તા ના માર્ગદર્શન અને ગાઈડ લાઈન આધારે પાલિકાએ પણ હવે લોકો સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસ થી ચાલી રહેલા આ કામગીરી માં અંકલેશ્વર પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ અને ચીફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ શહેર ના વિવિધ વિસ્તારો માં 4 ટીમ એ સર્ચ કરતા 79 લારી ધારકો અને છૂટક વિક્રેતાઓ નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
તેમજ 1055 દુકાન માં પણ દુકાન સંચાલક અને ગ્રાહકનોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું કોલ ત્રીજા દિવસે 1134 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આગામી દિવસો માં તમામ વોર્ડ માં આ સ્કિર્નીગ કામગરી કરી લોકો અરજી આરોગ્ય અને સર્વે કરી માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ માસ્ક વગર અને સોસ્યલ ડિસ્ટન્સ વગર રાહત લોકો 1300 ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.