



શનિવારે વહેલી સવારે વાલિયાના તાલુકાના નલધરી ગામ પાસે કપાસ ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.નેત્રંગ સાઇડ થી કપાસ ભરેલી ટ્રક અંકલેશ્વર તરફ જઈ રહી હતી તે વેળાએ વાલિયાના નલધરી ગામ પાસે વહેલી સવારે સામેથી આવતી ટ્રકને બચાવવાના પ્રયાસમાં ટ્રકનું સંતુલન બગડી જતા કપાસ ભરેલી ટ્રકને અકસ્માતમાં નડ્યો હતો. ટ્રક જગ્યા પર જ પલ્ટી જતા ગાડીમાં ભરેલો કપાસ વેરાઈ ગયો હતો. વધુ કપાસ આજુભાજુ પડતા રોડ સાઈડ કપાસ વેરાયો હતો. જ્યારે અકસ્માત માં ડ્રાયવરને સામાન્ય ઇજા થઈ હતી. સવારે 10 વાગ્યામાં સમયે ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવતી વખતે રોડ પર હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો.