



ઝઘડિયા જીઆઈડીસીની એશિયાટિક ફાર્મા કેમના ઈટીપી પ્લાન્ટમાં શનિવારે વહેલી સવારે કેમિકલ અનબેલેન્સ થવાના કારણે આગ લાગી હતી. ત્રણથી વધુ ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચી ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં કંપનીને મોટું નુકશાન થયું હતું. સદનશીબે કોઈ જાનહાની થઈ નથી. અગાઉ અમદાવાદમાં ફેક્ટરીમાં થયેલી ઘટના બાદ ઝઘડિયા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કમિટી બનાવી જીઆઈડીસીની તમામ કંપનીઓમાં તપાસ હાથ ધરાઈ હતી. તપાસ બાદ પણ આ ઘટના કેવી રીતે બની તે ચર્ચાનો વિષય બન્યો છે.
જીઆઈડીસી વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે એશિયાટિક ફાર્માના ઈટીપી પ્લાન્ટમાં લાગેલી આગ જો સમયસર કાબૂમાં ન લેવાઈ હોત તો નજીકમાં અન્ય કંપનીનો એક કેમિકલનો પ્લાન્ટ આવેલો હતો. ત્યાં આગ વધુ પ્રસરી હોત તો બાજુની કંપનીના પ્લાન્ટમાં આગ ફેલાઇ હોત અને અકલ્પનીય ઘટના બની હોત.