



અંકલેશ્વરમાં રવિવારે બપોરે નેશનલ હાઇવે નંબર 48 પર નવજીવન ચોકડી પર આવેલા સ્ક્રેપ યાર્ડમાં એકાએક આગ ભભૂકી હતી. ભંગારના ગોડાઉન બહાર પડેલા પુઠ્ઠાં સહીત સ્ક્રેપના જથ્થામાં આગ લાગી હતી. જે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આજુબાજુના વિસ્તારને પણ લેપટમાં લઇ લી ધો હતો. જેની સ્થાનિક ભંગારના વેપારીએ ડીપીએમસીને જાણ કરતા ફાયર કાફલા સાથે પાનોલી તેમજ અંકલેશ્વર પાલિકા ફાયરની ટીમ પણ દોડી આવ્યો હતો.
4 ફાયર ટેન્ડર વડે આગ પર કાબુ મેળવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે સ્થળ પર ફાયર ટેન્ડરોને પહોંચવું પણ મુશ્કેલ બન્યું હતું. દોઢ કલાકની જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો. આગનું કારણ અંક બંધ રહ્યું હતું. અગાઉ તાપી લોક પાસે બંધ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી તો દિવાળી પૂર્વે નવજીવન ભંગાર માર્કેટ આગ લાગી હતી.
જો કે એક સપ્તાહમાં ભંગારના ગોડાઉનમાં આગની આ બીજી ઘટના છે. ચાલુ વર્ષે પણ ભંગાર માર્કેટમાં ત્રીજી આગની ઘટના સામે આવી છે. ચાલુ વર્ષે પણ અટકચાળા તત્વો દ્વારા આગ ચાંપી દેવાઇ હોવાની પ્રાથમિક તબક્કે આશંકા વ્યક્ત કરાઇ રહી છે.