



દિવ્યાંગ મિસ્ત્રી – નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારના તુલસી ફળીયામાં આવેલ પ્રાચીન રણછોડરાયનું મંદિર આવેલ છે. મંદિર નિર્માણ થયાને લાંબો સમય પસાર થતાં જર્જરિત હાલત થઇ ગઇ હતી. મંદિરને નવનિર્મિત કરવાનુ સખત જરૂરીયાત જણાતા મંદિરના ભક્તોએ લોકભાગીદારીથી નિમૉણકાયૅની તજવીજ હાથધરી હતી.
જેમાં રણછોડરાય મંદિરના બાજુમાં આવેલ જમીન ભીખાાભાઇ મણીલાલ પંચાલે મંદિરને દાનમાં આપતા રણછોડરાય. મહાલક્ષી માતાજી અને વિશ્વકર્મા ભગવાનનાા દિવ્યભવ્ય મંદિર નિર્માણ કાર્યની તૈયારી શરૂ કરવામાં આવી હતી. જેમાં દેવ દિવાળી નિમિત્તે મંદિરનું વૈદિક મંત્રોચ્ચારની વિધી સાથે ભુમી પુજન કરવામાં આવ્યું હતું. આવનાર ટુંક સમયમાં મંદિરના નિર્માણ કાર્ય શરૂ થઇ જશે.