



સંજય પાગે – આજે દેશભરમાં શીખ સંપ્રદાયનાં સંસ્થાપક ગુરૂ નાનકદેવજીનો જન્મજયંતીની ઉજવણી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી રહી છે. ગુરુ નાનકજીનો જન્મ 20 ઓક્ટોબર 1469ના રોજ કાર્તક સુદ પૂનમની તિથિએ થયો હતો તેથી તેમના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે ગુરૂ નાનક જયંતિ મનાવવામાં આવે છે.
કોરોના ખેરની વચ્ચે ભીડ ભાડ વગર માસ્ક પહેરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે વડોદરા સ્થિત નાનકવાડી ગુરુદ્વારામાં દર્શન અને કીર્તન સાથે પ્રકાશપર્વની ઉજવણી કરવામાં આવી .
શીખધર્મના સ્થાપક ગુરૂ નાનક દેવજીએ શીખ લોકોને આપેલા સંદેશા મુજબ ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન તેમજ સામાજિક એકરૂપતા ના સિદ્ધાંતને અનુસરીને ગુરુનાકજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વાઈરાસનું સંક્રમણ અટકાવવા જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હોવાથી કોઈજ જાહેર કાર્યક્રમ ન કરતા સાદાઈથી જ ગુરુનાનક જયંતીની ઉજવણી કરવામાં આવી.
વડોદરા શહેરના બીજેપી પ્રમુખ ડો.વિજય શાહ, સંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહિલે નાનકવાડી ગુરુદ્વારા ખાતે ગ્રંથ સાહેબના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. તેઓએ પણ ભક્તો સાથે ગ્રંથબસાહેબ નાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ગ્રંથસાહેબ નાં દર્શન કર્યા હતા.કિર્તનની સાથે શિખ સમાજના ધર્મગુરુની ઉપદેશ વાણી ને સાંભળવા શીખ સમાજના અગ્રણીઓ તેમજ લોકો ઓછી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ઉપસ્થિત લોકોએ કિર્તન સંગત સહિત ગ્રંથ સાહેબના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. નનાકવાડી ગુરુદ્વારના પ્રમુખ ગુરુદયાલસિંગ ખેરા એ વડોદરા વાસીઓને શુભેચ્છા પાઠવી હતી.