Vande Gujarat News
Breaking News
AhmedabadAnkleshwarBharuchBreaking NewsCongressGujaratIndiaNationalSocial

અમે ભાઇ બહેન સદા તત્પર રહી પિતાના અવિરત સેવા ના કાર્યોને આગળ ધપાવીશું : ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ સિદ્દીકી

અંકલેશ્વર ના પીરામણ ગામ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલ ના નિવાસ સ્થાને ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી મોટી સંખ્યા માં નેતાઓ, કાર્યકરો સહીત ચાહકો મર્હુમ અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા ઉમટી પડ્યા હતા. ગુજરાત કોંગ્રેસ ના ધારાસભ્યો પણ આવી પહોંચ્યા હતા અને તેમના પરિવાર ને મળી સાંત્વના પાઠવી હતી.

સાલીન અને સરળ સ્વભાવ જેમનું વ્યક્તિત્વ હતુ, એવા લોકલાડીલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સ્વ.અહેમદ પટેલ ના દુઃખદ અવસાન થી તેમના પરિવારજનો સહિત કોંગ્રેસ ને ક્યારે પણ પુરી ન શકાય તેવી ખોટ પડી છે. આ દુઃખદ ઘડી માં સ્વ.અહેમદ પટેલ ના પરિવારજનો ને સાંત્વના પાઠવવા માટે રાજ્ય તેમજ દેશ ના અન્ય રાજ્યો થી સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા નેતાઓ, ધારાસભ્યો સહિત લોકો મોટી સંખ્યામાં ભારે હૈયે ઉમટી પડયા હતા. તેમના નિધન ના પગલે ગુજરાત કોંગ્રેસ ના ધારાસભ્યો પણ આવી પહોંચી
સ્વ. અહેમદભાઈ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલને સાંત્વના અર્પી હતી..

સ્વ.અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલે ચાહકોને મળી પિતા માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. ફૈઝલ ભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમના પિતા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને પિતા દ્વારા સ્થપાયેલ આરોગ્ય અને શૈક્ષણિક સહિત સેવાકીય સંસ્થા ને આગળ ધપાવી પિતા ના સપનાઓને સાકાર કરીશું. અમે પરિવાર ના મોભી ગુમાવ્યા છે. પરંતુ છેલ્લા 3 દિવસ થી અશ્રુભીની આંખે આવતા લોકો ને જોઇ ને લાગે છે કે અમારે લાગણીશીલ લોકોને સાંભળવા પડે છે. ત્યારે લોકો ની સેવા માટે અમે ભાઇ બહેન સદા તત્પર રહી પિતાના અવિરત સેવા ના કાર્યોને આગળ ધપાવીશું. સમાજ ના નબળા કચડાયેલા અને છેવાડાના માનવી સેવા કાર્ય કાજે કટિબદ્ધ રહીશું.

પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકી એ જણાવ્યું હતું કે ધારાસભ્ય કે સાંસદ બની ને નહીં પણ પિતા ની જેમ સાચા લોક સેવક બની ને કાર્ય કરીશું. અહીં આવતા કેટલાક આગેવાનો તેમજ સમાન્યજની દ્વારા તેઓ ને પિતાનું સ્થાન લેવા માટે આગ્રહ કરતા હતાં. જો કે તેમને પિતાના જનસેવા ના કાર્ય કરવા કટિબદ્ધતા બતાવી હતી.

संबंधित पोस्ट

20 કિ.મી.ની ત્રિજ્યામાં રહો છો, તો કન્શેસન પાસ મળશે પણ સંપૂર્ણ ટોલ મુક્તિ ભુલી જજો , વાસદ હોય કે આણંદ ટોલ ક્રોસ કરવો હોય તો પૈસા ફરજિયાત ચૂકવવા પડશે

Vande Gujarat News

ચાઈનીઝ ફટાકડાનો વેપારીઓએ જ કર્યો બહિષ્કાર,ઓર્ડર ન આપ્યા – ચીન સામેના લોકરોષનો પડઘો બજારમાં’ય જોવા મળ્યો

Vande Gujarat News

જનતાના મતોનો સોદો કરનારને પાઠ ભણાવવા માટે જનતાને વિનંતી – હાર્દિક પટેલ

Vande Gujarat News

અંકલેશ્વર GIDCમાં GSTના દરોડા: 10 કન્ટેઈનર ચકાસ્યા

Vande Gujarat News

આજે સરકારી હોસ્પિટલમાં કોરોનાને લઈ મોકડ્રીલ, અમદાવાદમાં 70 હોસ્પિટલમાં મોકડ્રીલ

Vande Gujarat News

ભરૂચ માં નવા એસ.પી ડો.લિના પાટિલ નો આવકાર અને જૂના એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા નો વિદાય સમારંભ યોજાયો..!

Vande Gujarat News