



નવી દિલ્હી, 30 નવેમ્બર 2020 સોમવાર
બિજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હંમેશાં તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે, તે ફરી એક વખત વિવાદ સર્જ્યો છે. આ વખતે તેમણે ટ્વિટ કર્યું છે કે ઔરંગઝેબ દ્વારા વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરનાં સ્થાન પર તોડીને તે જગ્યાએ બાંધવામાં આવેલી મસ્જિદને સ્થાને ફરીથી જ્ઞાનવાપી કાશી વિશ્વનાથ મંદિરના નિર્માણની હિમાયત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, તેથી તે હિંદુઓની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે.
સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્વટ કરીને કર્યું કે વરાણસીમાં વર્તમાન કાશી વિશ્વનાથ મંદિર હોલકર સામ્રાજ્યની રાણી અહલ્યાબાઇ દ્વારા બાંધવામાં આવ્યું હતું, કારણ કે તે જ્ઞાનવાપી વાપી કાશી વિશ્વનાથ મંદિર ઔરંગઝેબના હુકમ પર બનાવવામાં આવેલ સ્થળે પુનસ્થાપિત થવાની શક્યતા જોઇ શકતી નહોતી.જ્યાં ઔરંગઝેબનાં હુકમથી મસ્જીદ બાંધવામાં આવી હતી, પરંતુ આપણે હવે તેને ઠીક કરવું પડશે.
રાણી અહિલ્યાબાઈએ કરાવ્યું હતું નિર્માણ
મુઘલ સૈન્યએ આદિ વિશ્વેશ્વર મંદિરને નષ્ટ કરે તે પહેલાં જ્ઞાનવાપી સંકુલ અને જ્ઞાનવાપી કૂપ મંદિરનો ભાગ હતાં. સ્કંદપુરાણના કાશી ખંડમાં જ્ઞાનવાપીનો વિસ્તૃત ઉલ્લેખ છે. જ્ઞાનવાપી કૂપ મહારાણી અહલ્યાબાઈ દ્વારા 1780 માં બાંધવામાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બાજુનાં પરિસરમાં સ્થિત છે.
મુઘલ સૈન્ય સ્વયંભૂ જ્યોતિર્લિંગને નુકસાન ન પહોંચાડે તે માટે તે સમયનાં મહંત પન્ના શિવલિંગને લઇને જ્ઞાનવાપી કૂપમાં જ કુદી પડ્યા હતા. કુવા પાસે જ વિશાળ નંદી આજે પણ બિરાજમાન છે, જેની સ્થાપના આદિ વિશ્વેશ્વર મંદિરના સમયગાળા દરમિયાન થઈ હતી અને તેનું મોં એ જ બાજુ (મસ્જિદના ભોંયતળ તરફ) છે જ્યાં જૂનું મંદિર હતું.
જ્ઞાનવાપી અને કાશી એકબીજાના પૂરક છે
જ્ઞાનવાપી અને કાશી એકબીજાના પૂરક છે. કાશી એટલે જ જ્ઞાનનો પ્રકાશ અને જ્ઞાનવાપીનો આર્થ જ્ઞાનતત્વથી ભરેલા પાણીથી વિશિષ્ટ આકૃતિનાં તળાવ એવો થાય છે. સ્કંદપુરાણના કાશીખંડમાં જ્ઞાનવાપીનો વિગતવાર ઉલ્લેખ છે.
ઔરંગઝેબના આદેશથી મંદિર તોડવામાં આવ્યું હતું
કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, તેથી તે હિંદુઓની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિર પરના હુમલાની શરૂઆત ભારતમાં મુસ્લિમ આક્રમણકારોના આગમનથી થઈ હતી. 11 મી સદીમાં કુતુબુદ્દીન ઐબક દ્વારા તેના પર પ્રથમ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મંદિરનું શિખર તૂટી ગયું હતું, પરંતુ આ પછી પણ પૂજા ચાલુ રાખવામાં આવી હતી.
કાશી વિશ્વનાથ મંદિરનું પુનનિર્માણ રાજા ટોડરમલ દ્વારા 1585 માં કરવામાં આવ્યું હતું. તે અકબરના નવ રત્નોમાંથી એક માનવામાં આવે છે, પરંતુ 1669 માં, ઔરંગઝેબના હુકમથી, આ મંદિરને સંપૂર્ણ રીતે તોડીને ત્યાં એક મસ્જિદ બનાવવામાં આવી. 1780માં માળવાની રાણી અહિલ્યાબાઈએ જ્ઞાનવાપી સંકુલની બાજુમાં જ એક નવું મંદિર બનાવ્યું, જેને આપણે આજે કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખીએ છીએ.