



આદિવાસી પંથકના લોકો શુકલતિર્થ જવા હોડીનો સહારો લેતા હતા…
કોરોના મહામારીના કારણે આ વર્ષે વિવિધ તહેવારો ઉજવવા ઉપર બ્રેક વાગી છે. દેવ દિવાળીએ ભરૂચમાં જાણીતી શુકલતિર્થની જાત્રા લોકો માટે અનેરૂ આકર્ષણ રહેતી હતી.
આ વર્ષે તંત્ર દ્વારા શુકલતિર્થની જાત્રા રદ કરવામાં આવતા આદિવાસી પંથકના લોકો માટે આર્શિવાદ રૂપ મઢી ઘાટ આ વર્ષે સુમસામ નજરે પડયો હતો. ઘાટ પાસે માત્ર એક હોડી લાંગરેલી દિવસ દરમિયાન જોવા મળી હતી.