



કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિબીલના વિરોધમાં પંજાબના સિંધુ બોર્ડર પર ખેડૂતો દ્વારા દિલ્હી કૂચ કરી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.જેના સમર્થનમાં સમગ્ર ભારતમાં કિસાનોના હક્કમાં કામગીરી કરી રહેલા સંગઠનો મેદાનમાં આવી રહ્યાં છે.જેના ભાગરૂપે ભરૂચમાં કિસાનોના હક્કમાં કામગીરી કરી રહેલા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
જે અંગે ખેડૂતોના આંદોલનની માહિતી આપતા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ કૃષિ બિલ અધ્યાદેક્ષ પસાર કરવામાં આવ્યું છે તે ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું છે.જે ખરેખર રાજ્યસભામાં પસાર કરવું જોઈએ.જેનાથી ખેડૂતોને નુકશાન કારક છે અને તેને રદ્દ કરવાની માંગ સાથે સમર્થન આપ્યું છે અને આવનાર સમયમાં ભરૂચ ખાતે વિરોધ પ્રદર્શનના કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.