



કેયુર પાઠક – મર્હુમ અહેમદભાઇ પટેલના પરિવારને સાંત્વના આપવા માટે મંગળવારના રોજ વર્ચ્યુઅલ શોકસભા યોજવામાં આવી હતી જેમાં પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના કોંગ્રેસના આગેવાનો તેમજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ પણ પાઠવી હતી.
મંગળવારના રોજ કોંગ્રેસના પાયાના કાર્યકર તેમજ આજીવન કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા પાછળ પોતાનું સમગ્ર જીવન અર્પી દેનાર મર્હૂમ અહેમદભાઇ પટેલની વર્ચ્યુઅલ શોક સભામાં અનેક મહાનુભાવોએ તેમને શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ શોક સભામાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સત્યજીત ગાયકવાડ ઉપરાંત દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે અહેમદભાઇ પટેલને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ રૂબરૂ પિરામણ ગામ ખાતે અહેમદભાઇ પટેલના પરિવારની મુલાકાત લીધી હતી.
સત્યજીત ગાયકવાડે જણાવ્યું હતું કે યૂથ કોંગ્રેસની મજબૂત કરવામાં તેમનો સૌથી વધુ ફાળો હતો મને પણ યુથ કોંગ્રેસ માં લઈ જવા પાછળ એમનો જ હાથ હતો તેમના નેતૃત્વ હેઠળ યુથ કોંગ્રેસ સૌથી વધુ મજબૂત થયું છે. તેઓ વિચક્ષણ અને કુશાગ્ર બુદ્ધિના હતા. કોંગ્રેસને સદૈવ એમના જેવા વ્યૂહકાર અને રાજનીતિજ્ઞની ખોટ સાલશે.