



રાજકોટની હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટનાને ધ્યાને રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો
રાજકોટની હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટનાને ધ્યાને રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્રએ રાજ્યોને હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમમાં આગથી સુરક્ષાના ઉપાયોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને જાણ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે આગથી સુરક્ષાના ઉપાયોનું પાલન સુનિશ્ચિત નહીં કરવું તે ચિંતાનો વિષય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ફાયર સેવા વિભાગ તરફથી ફાયર સેફ્ટીને લઈને અનેક વખત દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તમામ પ્રકારની બિલ્ડિંગ સહિત હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ જેવી જગ્યાઓ પર આગથી સુરક્ષા માટેનાં ઉપાયોને સુનિશ્ચિત કરવાનું પણ સામેલ છે.