Vande Gujarat News
Breaking News
AhmedabadBreaking NewsBusinessGovtGujaratIndia

મુખ્યમંત્રીશ્રી સમક્ષ હોદ્દાના શપથ ગ્રહણ કરતા ગુજરાત વીજ નિયમન પંચ-GERCના નવનિયુકત સભ્ય શ્રી મેહુલ ગાંધી

ગુજરાત રાજ્ય વીજ નિયમન પંચ-GERCના નવનિયુકત સભ્ય શ્રી મેહુલ ગાંધીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ હોદ્દા અને ગુપ્તતાના શપથ મુખ્યમંત્રી કાર્યાલયમાં લીધા હતા.

આ અવસરે ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ શ્રી આનંદકુમાર તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે વીજ નિયમન પંચમાં અધ્યક્ષ ઉપરાંત બે સભ્યોની નિમણુંક કરવામાં આવતી હોય છે. આ બે સભ્યો પૈકીના એક સભ્ય કાયદા-ન્યાયતંત્રના ક્ષેત્રમાંથી પસંદ કરવામાં આવે છે.


તદઅનુસાર રાજ્યના ન્યાયતંત્રમાં જિલ્લા ન્યાયાધિશ તરીકે સેવાઓ આપી તાજેતરમાં નિવૃત્ત થયેલા શ્રી મેહુલ ગાંધીની રાજ્ય સરકાર દ્વારા વીજ નિયમન પંચના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા શ્રી મેહુલ ગાંધીની વીજ નિયમન પંચના સભ્ય તરીકેની નિમણુંક તેઓ હોદ્દાનો પદભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.

संबंधित पोस्ट

દેશમાં પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ નો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભવ્ય વિજય થતા ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં ઉત્સવમય માહોલ

Vande Gujarat News

નવરાત્રી દરમ્યાન નારી શક્તિને સન્માનિત કરવાના હેતુ થી રોટ્રેક્ટ ક્લબ ઓફ નર્મદાનગરી દ્વારા શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાને સન્માનિત કરવામાં આવ્યા

Vande Gujarat News

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ગુરુનાનક સાહેબની જન્મ જયંતીની ઉજવણીમાં ભાગ લીધો

Vande Gujarat News

जम्मू-कश्मीर: DDC चुनाव की मतगणना आज, कई PDP नेता लिए गए हिरासत में

Vande Gujarat News

ભરૂચ જિલ્લામાં થયેલા વિકાસ કામોની સાંસદ દ્વારા સમીક્ષા કરાઈ

Vande Gujarat News

સંગીતપ્રેમી ભરૂચીઓનો જિલ્લા વહીવટીતંત્રના નવલા નજરાણાને અભુતપૂર્વ પ્રતિસાદ

Admin