



1986 બેચના ઉત્તરાખંડ કેડરના આઇએએસ અધિકારી ઉત્પલકુમાર સિંહે આજે લોકસભા મહાસચિવનો પદભાર સંભાળી લીધો છે. આ પહેલાં તેઓ લોકસભા સચિવાલયમાં સચિવ પદે કાર્યરત હતા.
હોદ્દો સંભાળ્યા પછી તેમણે કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા લોકસભામાં એવા વાતાવરણને પ્રોત્સાહન આપવાની રહેશે કે જેથી સંસદ સભ્યો પોતાના સંસદીય કાર્યો સુલભતાપુર્વક કરી શકે. તેમણે કહ્યું કે ઇ – તકનિકને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.