



કેનેડામાં કોવિડ-19ના કેસોમાં ઝડપથી વધારો થયા બાદ દેશના સૌથી મોટા શહેર ટોરોંટોમાં ફરીથી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ટોરોંટોમાં સોમવારે શરૂ થઈ રહેલા લોકડાઉનમાં બિન-આવશ્યક વ્યવસાયિક મથકો અને સેવાઓ બંધ રહેશે.
દરરોજ પાંચ હજારથી વધુ લોકો સંક્રમીત
દેશભરમાં પ્રતિદિવસ લગભગ પાંચ હજાર લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટી થઈ રહી હતી. કેનેડાના મુખ્ય જન-સ્વાસ્થ્ય અધિકારી ટેરેસા ટેમે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને તાપમાન વધવાથી સ્થિતિ વધારે બગડી શકે તેની સંભાવના છે.
મૃતકોની સંખ્યા વધી
હોસ્પિટલોમાં સંક્રમિતોની સંખ્યા વધાવાની સાથે-સાથે મૃતકોની સંખ્યા વધી રહી છે. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ કરી છે