



દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકામાં ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ વાલીયાના પ્રમુખ-ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં બીજી ટર્મ ચૂંટણી નાયબ નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જીલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ ભરૂચની અધ્યક્ષતામાં બજાર સમિતિ વાલિયાના કાર્યાલય ખાતે યોજાઇ હતી.
જેમાં ચેરમેન તરીકે સંદીપસિંહ માંગરોલા નામની દરખાસ્ત રજૂ થતા સંદીપસિંહ માંગરોલા ની ફરી એકવાર બીજી ટર્મ માટે ચેરમેન તરીકે બિનહરીફ વરણી થયેલ છે.
જ્યારે બજાર સમિતિની મળેલી સામાન્ય સભામાં વાઇસ ચેરમેન તરીકે નેત્રંગના ખેડૂત અગ્રણી હાર્દિકસિંહ સુરેન્દ્રસિંહ વાંસદીયાની પણ બિનહરીફ વરણી થતાં નેત્રંગ, વાલીયા તાલુકાના ખેડૂત મિત્રો સહિત વેપારીઆલમમાં બિનહરીફ વરણી થતા આનંદની લાગણી ફરી વળી છે.