



સંજય પાગે – વડોદરાના કિસનવાડી વિસ્તાર માં આવેલ વુડા ના મકાન માં રહેતા સુનિલ ઓડ ના દીકરા ના લગ્ન પ્રસંગે યોજાયેલ જમણવાર દરમિયાન અચાનક ગેસ નો બોટલ ફાટતા ભારે અફરા તફરી સર્જાઈ હતી. બહાર મેદાન માં યોજાયેલ જમણવાર દરમિયાન જ રસોડા માં અચાનક જ ગેસ સિલિન્ડર માં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગેસ સિલિન્ડર ધડાકા ભેર ફાટ્યો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે લગ્ન પ્રસંગ માં ભારે અફરા તફરી સર્જાઈ હતી. જોકે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થયી ન હતી. ઘટના ની જાણ ફાયર વિભાગ ને કરાતા ફાયર વિભાગ તાબડતોબ પહોંચ્યું હતું અને આગ ઉપર પાણી નો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.