



– કૃષિ કાયદા વિરૂદ્ધના આંદોલનની આંતરરાષ્ટ્રીય સ્તરે અસર
– ભ્રામક અને ખોટી માહિતીના આધારે કેનેડાના વડા પ્રધાને ખેડૂતો અંગે નિવેદન આપ્યું : કેન્દ્ર સરકારનો વિરોધ
દિલ્હીમાં ખેડૂતો દ્વારા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ખેડૂતોનું આ આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને તેની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહી છે.
કેનેડાએ ખેડૂતોના આ આંદોલનને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે શાંતિ પૂર્વક ધરણા પ્રદર્શન દરેક વ્યક્તિનો અિધકાર છે. કેનેડામાં મોટી સંખ્યામાં પંજાબના શીખ રહે છે, જ્યારે હાલ ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં અન્ય રાજ્યોની સાથે પંજાબના ખેડૂતો પણ જોડાયા છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડીઅસે કહ્યું હતું કે કોઇ પણને શાંતિ પૂર્વક વિરોધ પ્રદર્શન કરવાનો અિધકાર છે અને કેનેડા હંમેશા આ અિધકારોના રક્ષણ માટે અવાજ ઉઠાવતું રહેશે. કેનેડાના વડા પ્રધાનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે દિલ્હીમાં ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો અને આંસુ ગેસના શેલ પણ છોડાયા હતા, પોલીસ દ્વારા ગુજારાયેલા દમનમાં અનેક ખેડૂતો ઘાયલ પણ થયા હતા.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડીઅસે કેનેડામાં ગુરૂનાનક જયંતી નિમિત્તે ભારતીય સમુદાયના લોકોને સંબોધ્યા હતા. જે દરમિયાન તેમણે આ નિવેદન કર્યું હતું. બીજી તરફ કેનેડાના વડા પ્રધાનના આ નિવેદનને લઇને કેન્દ્ર સરકાર દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે કેનેડાના વડા પ્રધાન દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે ભ્રામક અને વાંધાજનક છે.
યોગ્ય રહેશે કે કેનેડાના વડા પ્રધાને બન્ને દેશો સાથેના સંબંધો વધારવા પર ધ્યાન આપવું જોઇએ. હાલ દિલ્હીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને તેમના પર લાઠીચાર્જની તસવીરો વાઇરલ થઇ રહી છે. આ પરિસિૃથતિ વચ્ચે કેનેડાનું આ નિવેદન સામે આવ્યું છે.