



– સતત ત્રીજા મહિને ગયા વર્ષ કરતાં જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ
– નવેમ્બર, 2020નું જીએસટી કલેક્શન રૂ.1.04 લાખ કરોડ નવેમ્બર, 2019ની સરખામણીમાં 1.4 ટકા વધારે
જો કે ઓક્ટોબર, 2020 કરતાં 192 કરોડ ઓછું
(પીટીઆઇ) નવી દિલ્હી,
સળંગ ત્રીજા મહિને ગયા વર્ષની સરખામણીમાં જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળી છે. જે દર્શાવે છે કે લોકડાઉન પછી ભારતીય આૃર્થતંત્ર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નવેમ્બર, 2020માં જીએસટી કલેકશન 1,04,963 કરોડ રૂપિયા રહ્યું છે.
આ કલેક્શન ગયા વર્ષના નવેમ્બરના જીએસટી કલેકશન કરતાં વધારે છે. નવેમ્બર, 2019માં જીએસટી કલેકશન 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જો કે ઓક્ટોબર, 2020 કરતા નવેમ્બર, 2020નું જીએસટી કલેકશન 192 કરોડ રૂપિયા ઓછું છે.
કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે સરકારે જાહેર કરેલા લોકડાઉનને પગલે એપ્રિલ, 2020માં જીએસટી કલેક્શન વિક્રમજનક નીચલી સપાટીએ રહ્યું હતું. એપ્રિલ, 2020માં જીએસટી કલેક્શન માત્ર 32,172 કરોડ રૂપિયા રહ્યું હતું. જો કે ત્યારબાદ લોકડાઉન હટાવી લેવામાં આવ્યા પછી જીએસટી કલેક્શનમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. સળંગ બીજા મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે.
નવેમ્બર, 2020નું જીએસટી કલેક્શન નવેમ્બર, 2019ની સરખામણીમાં 1.4 ટકા વધારે રહ્યું છે. નવેમ્બર, 2020માં જીએસટી કલેક્શન 1,04,963 કરોડ રૂપિયા રહ્યું છે. જે પૈકી સેન્ટ્રલ જીએસટી 19,189 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 25,540 કરોડ રૂપિયા, આઇજીએસટી 51,992 કરોડ રૂપિયા રહ્યું છે.
ગયા સપ્તાહમં નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે જીએસટી અિધકારીઓેએ એવા 25,000 કરદાતાઓને શોધી કાઢ્યા છે જેમણે ઓક્ટોબરમાં રિટર્ન ફાઇલ કર્યુ હતું પણ નવેમ્બરમાં રિટર્ન ફાઇલ કર્યુ ન હતું. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2019-20ના 12 મહિના પૈકી 8 મહિનામા જીએસટીની આવક 1 લાખ કરોડ રૂપિયાથી વધારે રહી હતી.
ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો જીએસટી કલેકશન એપ્રિલમાં 32,172 કરોડ રૂપિયા, મેમાં 62,151 કરોડ રૂપિયા, જૂનમાં 90,917 કરોડ રૂપિયા, જુલાઇમા 87,422 કરોડ રૂપિયા, ઓગસ્ટમાં 86,449 કરોડ રૂપિયા, સપ્ટેમ્બરમાં 95,480 કરોડ રૂપિયા, ઓક્ટોબરમાં 1,05,155 કરોડ રૂપિયા અને નવેમ્બરમાં 1,04,963 કરોડ રૂપિયા રહ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી કલેક્શન
માસ |
કલેક્શન (કરોડ રૂ.) |
એપ્રિલ |
32,172 |
મે |
62,151 |
જૂન |
90,917 |
જુલાઇ |
87,422 |
ઓગસ્ટ |
86,449 |
સપ્ટેમ્બર |
95,480 |
ઓક્ટોબર |
1,05,155 |
નવેમ્બર |
1,04,963 |