Vande Gujarat News
Breaking News
Breaking NewsBusinessGujaratIndiaNationalSports

KBC છોડો…ફક્ત 100 રૂપિયા રોજ બચાવીને તમે પણ બની શકો છો કરોડપતિ

ભરત ચુડાસમા – કોન બનેગા કરોડપતિ (KBC)માં ગણ્યાગાંઠ્યા લોકોને જ પોતાનું નસીબ ચમકાવવાની તક મળે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે જે કેબીસીમાં નથી જતા તેઓ કરોડપતિ નથી બની શકતા. જે પ્રકારે KBCમાં સ્પર્ધક પોતાના જ્ઞાનના કારણે એક કરોડની રકમ જીતે છે તમે પણ બસ થોડું દિમાગ લગાવીને કરોડપતિ બની શકો છો.

ફક્ત 100 રૂપિયા રોજથી બની શકો છો કરોડપતિ
કરોડપતિ બનવા માટે તમારે ભારે ભરખમ રોકાણની જરૂર નથી. તમે રોજ 100 રૂપિયા બચાવો અને રિટાયરમેન્ટની ઉંમર પહેલા કરોડપતિ બની જશો. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન SIP એવી અચૂક રીત છે જેના દ્વારા તમે કરોડપતિ બનીને તમારા સપના પૂરા કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ તમને કરોડપતિ બનાવી શકે છે.

માની લો કે તમારી ઉંમર હાલ 25 વર્ષ છે. જો તમે રોજના 100 રૂપિયા બચાવીને SIPમાં રોકાણ કરશો તો મહિને 3000 રૂપિયાનું રોકાણ થયું. માની લો કે તમે આ રોકાણ 30 વર્ષ સુધી ચાલુ રાખ્યું અને SIP દ્વારા આ દરમિયાન તમને 12 ટકા રિટર્ન મળ્યું તો જ્યારે તમે 55 વર્ષના થશો તો તમે કરોડપતિ બની ગયા હશો.

રોજનું રોકાણ                              100 રૂપિયા
માસિક રોકાણ (SIP)                   3000 રૂપિયા
રોકાણનો સમયગાળો                    30 વર્ષ
અંદાજિત રિટર્ન                            12 ટકા
TOTAL VALUE                         1.1 કરોડ

પણ હાં અહીં જોવાની વાત એ છે કે તમે આ 30 વર્ષ દરમિયાન ફક્ત 10.8 લાખ રૂપિયા જ રોકાણ કરો છો પરંતુ તમને મળે છે એક કરોડ રૂપિયા કરતા વધુ. એટલે કે તમારી  Wealth gain એટલે કે કુલ કમાણી લગભગ 95 લાખ રૂપિયા. આને કહે છે Compound Interest નો કમાલ.

કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટનો કમાલ 

કુલ રોકાણ              10.8 લાખ રૂપિયા
કુલ વેલ્યુ મળી          1.1 કરોડ રૂપિયા
કુલ રિટર્ન મળ્યું         95 લાખ રૂપિયા

રોજના 200 રૂપિયાના રોકાણથી શું થશે?
SIPમાં રોકાણનો ફાયદો તમને ત્યારે મળે છે જ્યારે તમે રેગ્યુલર રોકાણ કરો છો અને જેટલું જલદી થઈ શકે તેની શરૂઆત કરી શકો છો. હવે તમે વિચારો કે જો તમે 100 રૂપિયાની જગ્યાએ રોજનું 200 રૂપિયા રોકાણ કરવાનું શરૂ કર્યું તો 30 વર્ષ દરમિયાન તમારી રકમ 1 કરોડની જગ્યાએ 2 કરોડ રૂપિયા થઈ જશે.

રોજનું રોકાણ                              200 રૂપિયા
માસિક રોકાણ (SIP)                   6000 રૂપિયા
રોકાણનો સમયગાળો                   30 વર્ષ
અંદાજિત રિટર્ન                           12 ટકા
TOTAL VALUE                         2.1 કરોડ

રોકાણ પહેલા જરૂરી વાત
અહીં ધ્યાન આપવાની જરૂર છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારે કોઈ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ અનેક પ્રકારના હોય છે. જેમાં રોકાણ તમારી ઉંમર અને રિસ્ક લેવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. તમારા પોર્ટફોલિયોમાં કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ હોવા જોઈએ, તે એક પર્સનલ ફાઈનાન્સ એડવાઈઝર વધુ સારી રીતે સમજીને જણાવી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ રિટર્ન માર્કેટ પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. અમે તમને ઉદાહરણ તરીકે અહીં 12 ટકા રિટર્ન બતાવ્યું છે. જે ઓછું કે વધારે હોઈ શકે છે. જેનાથી તમારું રિટર્ન પણ બદલાઈ શકે છે.

संबंधित पोस्ट

आदरणीय स्व.अहमदभाई पटेल के निधन के चंद घण्टो बाद ही अंकलेश्वर तहसिल कांग्रेस के सोसियल मीडिया वॉट्सअप ग्रुप में विवादस्पद पोस्ट, क्या कोंग्रेसी अपना होश भूले ?

Vande Gujarat News

ONGC નો કર્મચારીને દેવું વધી જતાં ATM તોડીને ચોરીના પ્રયાસમાં વધી જતાં atm લુંટવાનો પ્લાન બનાવ્યો હતો.

Vande Gujarat News

વલસાડ નજીક મુંબઈ સુરત હાઇવે પર કાર પર પડ્યું કન્ટેઇનર ચાલકનો ચમત્કારિક બચાવ

Admin

સંત નિરંકારી મિશનના સતગુરુ માતા સુદિક્ષાજીના અહવાંથી નદીના કિનારાઓ, તળાવો, સરોવરો જેવા સ્થાનોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

Admin

અમદાવાદમાં નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટે

Admin

ખેડૂત સંગઠનોનું એલાન: 14મીએ જિલ્લા ભાજપ કાર્યાલયોનો ઘેરાવ – પોલીસ મંજૂરી ન મળતાં ખેડૂત સંસદ રદ

Vande Gujarat News