Vande Gujarat News
Breaking News
AhmedabadBreaking NewsEducationalGujarat

GTU દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખી પરીક્ષા મોકુફ, સ્થિતી થાળે પડ્યા બાદ તારીખો જાહેર થશે

ભરત ચુડાસમા – કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે સમગ્ર દેશની શિક્ષણ પ્રણાલી ખોરંભે ચડી છે. તેવામાં યુનિવર્સિટીઓથી માંડીને શાળાઓ સુધી તમામ શૈક્ષણિક પદ્ધતી ખોરંભે ચડી છે. યુનિવર્સિટીઓ પરીક્ષા મુદ્દે મુંઝવણમાં વધારો થઇ રહ્યો છે. હવે યુનિવર્સિટીઓ શિયાળુ સત્રની પરીક્ષાઓ ઓનલાઇન લેવી કે ઓફલાઇન તે મુદ્દે ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. બીજી તરફ ટેક્નીકલ કોલેજોનાં એસોસિએશન વાઇસ ચાન્સેલરને પત્ર લખીને જીટીયુની પરીક્ષા ઓફલાઇનના બદલે ઓનલાઇન લેવા માટેની માંગ કરવામાં આવી હતી.

10 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી GTU ની ઓફલાઇન પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. કોરોના કેસની સંખ્યામાં વધારો થતા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પરીક્ષા લેવી હિતાવહ નહી હોવાના કારણે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતી થાળે પડે ત્યાર બાદ નવી તારીખ જાહેર કરવાની બાંહેધરી જીટીયુ દ્વારા આપવામાં આવી છે. 3 ડિસેમ્બરથી નવા સત્રનો અભ્યાસક્રમ ચાલુ કરી દેવામાં આવશે. તેવું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે હાલના તબક્કે પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુની પીજીની વિવિધ કોર્સની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ 10 ડિસેમ્બરથી શરૂ થનાર છે. જીટીયુમાં અનેક વિદ્યાર્થીઓને અને કોલેજો દ્વારા પરીક્ષા મોકુફ રાખવા અથવા ઓનલાઇન પરીક્ષા યોજવા માટે રજુઆત કરવામાં આવી છે. યુનિવર્સિટીઓએ પરીક્ષાઓ પાછી ઠેલવા અને જાન્યુઆરીમાં આયોજીત કરવા અથવા ઓનલાઇન લેવાનાં મુડમાં છે. હાલ પરીક્ષાનું આયોજન કોઇ પણ રીતે શક્ય નથી. આ અંગે ટેક્નીકલ કોલેજ એસોસિએશન વાઇસ ચાન્સેલરને પત્ર લખીને જીટીયુની પરીક્ષા ઓનલાઇન યોજવા માટેની અપીલ પણ કરી ચુક્યા છે.

संबंधित पोस्ट

गुजरात सरकार के ड्रीम प्रोजेक्ट कल्पसर की डीपीआर एनआईओटी को सौंपी, अगले साल काम शुरू होने की आस

Vande Gujarat News

ट्रंप पर फेसबुक-ट्विटर की कार्रवाई का BJP ने किया विरोध, कहा- अनियंत्रित टेक कंपनियां लोकतंत्र के लिए खतरा

Vande Gujarat News

જમીન મહેસૂલના 10 કેસો પૈકી 3 દફતરે,7 પર નિર્ણય

Vande Gujarat News

ભુલમાં કચ્છની બોર્ડરથી પાકિસ્તાન પહોંચી ગયેલા આર્મીના કેપ્ટન 23 વર્ષે પણ લાપતા

Vande Gujarat News

भारतीय मूल के इन दो लोगों को बाइडेन कैबिनेट में मिल सकती है जगह

Vande Gujarat News

રાજ્યના તમામ ૭૦ લાખથી વધુ NFSA કાર્ડ ધારકોને પ્રથમ વખત તહેવારોમાં રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ કરાશે

Vande Gujarat News