Vande Gujarat News
Breaking News
Breaking NewsIndiaNationalWorld News

અક્સાઈ ચીનને ચીનનો ભાગ દર્શાવતો નકશો વિકિપીડિયા દૂર કરે : ભારત

– ટ્વિટર પછી ઓનલાઈન એન્સાઈક્લોપિડીયા સામે કાર્યવાહી

– ‘વિકિપીડિયા પોતાની વિશ્વસનિયતા અને તટસ્થતા ગુમાવી ચૂક્યુ છે’ : સહસ્થાપક લેરી સેંગર

ભારત સરકારે ભારત-ચીનનો ખોટો નકશો દર્શાવવા બદલ ઓનલાઈન એન્સાઈક્લોપિડીયા વિકિપીડિયાને નોટીસ મોકલી નકશો હટાવી લેવા જણાવ્યું છે.

ભારત-ભુતાન સબંધો વિશેના લેખમાં વિકિપીડિયાએ જે નકશો રજૂ કર્યો છે, તેમાં અક્સાઈ ચીનને ચીનનો ભાગ દર્શાવ્યો છે. એ ભાગ ભારતનો હોવાથી તેનો સાચો નકશો દર્શાવવા ભારત સરકારના ઈન્ફર્મેશન-ટેકનોલોજી મંત્રાલયે વિકિપીડિયાને નોટીસ મોકલાવી છે.

બીજી તરફ વિકિપીડિયાના સહ સ્થાપક લેરી સેંગરે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે આ સંસ્થા ક્યારની તેની વિશ્વસનિયતા અને તટસ્થતા ગુમાવી ચૂકી છે. વિકિપીડિયાના શરૂઆતી સ્થાપકોમાં સેંગર હતા અને હવે તેઓ અલગ પડી ગયા છે.

તેમણે કહ્યું હતું કે આવી વેબસાઈટ સર્જવા બદલ હવે અફસોસ થાય છે. અમે આ સાઈટ શરૂ કરી ત્યારે તટસ્થ અને સાચી માહિતી રજૂ કરવાનો ઈરાદો હતો. માહિતી સાચીનો ઉદ્દેશ તો પહેલેથી પુરો થઈ શક્યો નથી, પરંતુ હવે તટસ્થતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે.

ભારતે આ પહેલા ટ્વિટરને પણ નોટીસ મોકલાવી લેહને ચીનનો ભાગ દર્શાવવા બદલ ભુલ સુધરાવી હતી. એ પછી ટ્વિટરે તુરંત તેની ભૂલ સુધારી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે વિકિપીડિયાને ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69-એ હેઠળ નોટિસ મોકલાવી છે.

આ કલમ હેઠળ સરકાર ધારે તો વેબસાઈટ બ્લોક પણ કરી શકેે છે. ઈન્ટરનેટ પર ભારત વિશેની અને ખાસ તો દેશની એકતા અને અખંડિતતા અંગેની ભ્રામક માહિતી રજૂ કરતી સાઈટ્સને નોટીસ મોકલી તેમની ભૂલો સુધારવાની કામગીરી હવે ભારત સરકારે આરંભી દીધી છે.

વિકિપીડિયા ઓનલાઈન જ્ઞાનકોષ છે, જેના પર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માહિતી મુકી શકે છે. તેના પરિણામે અનેક ખોટી માહિતી અને હવે તો પક્ષપાતભરી માહિતીની ભરમાર જોવા મળે છે. એટલે જ સેંગરે કહ્યું હતું કે વિકિપીડિયા હવે મર્યાદિત વ્યક્તિ, રાજકીય પક્ષો કે કંપનીઓનો હાથો બની ગયું હોય એવુ લાગે છે.

संबंधित पोस्ट

આઉટસોર્સિંગ ની નિતી બંધ કરી વર્ગ-૪ ની ભરતી શરૂ કરાવવા માટે નેત્રંગ C.S.C ના કર્મચારીઓ મેદાનમાં.

Vande Gujarat News

ભરૂચની ઝાડેશ્વર ખાતેની આત્મિય ગ્રીન સ્કુલના શ્રી પ્રવિણભાઈ કાછડિયા તરફથી અસરગ્રસ્ત પરિવારો માટે એક હજાર જેટલા ફુડ પેકેટ પુરા પડાયાં

Vande Gujarat News

વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે ગોષ્ઠી કરી ઓર્ગેનિક ખાતરના વિવિધ ફાયદાઓની માહિતી મેળવી

Vande Gujarat News

પાંચ માઓવાદી સહાનુભૂતિ ધરાવતા પકડાયા, વિસ્ફોટકો જપ્ત

Vande Gujarat News

ઝઘડિયાના વણાંકપોરની મહિલા સાથે વારંવાર ઝઘડા થતાં, પરીણિતાની ત્રાસ ગુજારતા પતિ સહિત 8 સાસરિયા સામે ફરિયાદ

Vande Gujarat News

અમૃતસરમાં કલાકોથી ફસાયેલા અમરનાથ યાત્રીઓની મદદે આવી ભરૂચ પોલીસ…

Vande Gujarat News