Vande Gujarat News
Breaking News
Breaking NewsCongressGujaratPolitical

કોંગ્રેસ જિલ્લામથકોએ આવતી કાલે ધરણાં કરશે

– દિલ્હી ખેડૂત આંદોલનને કોંગ્રેસનું સમર્થન

– કૃષિકાયદા સામે કોંગ્રેસનો પણ વિરોધ : કોંગ્રેસની માંગ, ખેડૂતોની માંગો સ્વીકારો, કાયદો રદ કરો

દિલ્હી બોર્ડર પર છેલ્લાં પાંચ-છ દિવસથી પંજાબ-હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલાં ખેડૂત આંદોલનને હવે ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન જારી કર્યુ છે. એટલું જ નહીં, આગામી 4થી ડિસેમ્બરે કોંગ્રેસે રાજ્યના જિલ્લા મથકોએ ધરણાં યોજી કૃષિબિલનો વિરોધ કરવા નક્કી કર્યું છે.

દિલ્હી ખેડૂત આંદોલનના ગુજરાતમાં ય પડઘાં પડયાં છે.ગઇકાલે અમદાવાદમાં ય વિદ્યાર્થીઓએ નહેરૂબ્રિજ પાસે દેખાવો કરી ખેડૂત આંદોલનને સમર્થન કર્યુ હતુ તે વખતે કેટલાંક વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત સુધ્ધાં કરી હતી. આ ઉપરાંત ખેડૂત સંગઠનો-મજદૂર સંઘે પણ રાજ્યભરમાં કલેક્ટર કચેરીએ જઇને આવેદનપત્ર પાઠવ્યા હતા. ખેડૂત સંગઠનોએ 3જીએ જિલ્લા મથકોએ દેખાવો કરવા એલાન કર્યું છે.

દરમિયાન , ગુજરાત કોંગ્રેેસે પણ કૃષિકાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છેકે, કૃષિબિલ કાયદાનો વિરોધ કરવા અગાઉ રાહુલ ગાંધીએ એક દિવસીય ગુજરાત પ્રવાસ કરવા નક્કી કર્યુ હતું પણ આ આખોય કાર્યક્રમ રદ કરાયો હતો.

હવે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસે દિલ્હી ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના કાર્યકરો દરેક જિલ્લા મથકોએ ધરણાં યોજશે અને દેખાવો કરી વિરોધ પ્રદર્શિત કરશે. કોંગ્રેસે માંગ કરી છેકે, કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગ સ્વિકારે અને કૃષિ કાયદાને રદ કરે.

संबंधित पोस्ट

PM મોદીના આગમનને પગલે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું, મોડી સાંજે પોલીસ કમિશનરે સી- પ્લેનની સુરક્ષાની ચકાસણી કરી

Vande Gujarat News

सुखबीर सिंह बादल का बड़ा हमला, कहा- देश में बीजेपी है असली टुकड़े-टुकड़े गैंग

Vande Gujarat News

गुजरात: मैदान में उतरी AAP और AIMIM-बीटीपी, दिलचस्प होंगे निकाय चुनाव

Vande Gujarat News

भारत-पाकिस्तान खुद खोजें समस्या का स्थायी समाधान, कश्मीर मुद्दे पर मध्यस्थ की भूमिका नहीं निभाएगा ब्रिटेन

Vande Gujarat News

“રામ મંદિર તો બની ગયું, પણ રામરાજ્ય નથી આવ્યું”: પ્રવીણ તોગડિયા

Admin

‘શાસક પક્ષ માટે ચીયરલિડર ન બની શકે અધ્યક્ષ’, જગદીપ ધનખડ પર ભડકી કોંગ્રેસ?

Admin