



ભરૂચ અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રીજ ઉપર સવારે નોકરિયાત વર્ગની અવર જવરના સમયે ટ્રાફિકની સમસ્યા છાસવારે સર્જાય છે. બુધવારે પણ સાંજના સમયે માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. દરમિયાન ગોલ્ડન બ્રીજની વચ્ચે જ એક કાર ખોટકાઈ જતાં તેને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી.
જોકે, આ સમયગાળામાં જ અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા વાહનોની છાપરા પાટીયા સુધી કતાર લાગી હતી. ભરૂચમાં પણ કોલેજ રોડ ઉપર વાહનોનો ખડકલો થયો હતો. ત્રણ કલાકની જહેમત બાદ કાર બહાર નીકળતાં વાહન વ્યવહાર પૂર્વવત્ત થયો હતો.