



સંજય પાગે – વડોદરા માંજલપુર સ્થિત વ્રજધામ મંદિરનાં યુવા વૈષ્ણવાચાર્ય પુજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજીનાં 35માં પ્રાકટ્ય દિવસની ઉજવણીમાં બે મહત્વના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો.
એક જીવન માટે અતિ જરૂરી એવા જળને સંગ્રહ કરવાનું તેમજ ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનાં એમ બે અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઓન લાઇન જોડાયા હતા. મુખ્યમંત્રી એ પુજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજીને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપી હતી.
વ્રજધામ મંદિરના સંકુલમાં યોજાયેલ પૂજ્યપાદ શ્રી વ્રજરાજકુમારજીનાં જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સમારોહમાં વડોદરા શહેરનાં ધારાસભ્યો, વૈષ્ણવ સમાજના અગ્રણીઓ સહિત વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
શ્રી વ્રજરાજકુમારજીએ પ્રથમ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ઉપરાંત ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા દીપ પ્રકટાવવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો.
ઉપસ્થિત આમંત્રિત મહેમાનો સહિત વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશનના સભ્યોએ જળ સંચય સહિત ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનાં અમલિકરણ કરવા માટે તેમજ તેનો પ્રચાર અને પ્રચાર કરવા માટેના શપથ લીધા હતાં.
આ પ્રસંગે વિશ્વભરમાંથી વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ સહિત વૈષ્ણવ યુવા સંગઠનનાં યુવાનો યુવતીઓ અને બાળકો ઓન લાઇન જોડાયા હતા.