



ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાદરીયા અને પણીયાદરા ગામે પાણીની સમસ્યાને લઇ કંપની બહાર ગ્રામજનોએ આજે આંદોલનની શરૂઆત કરતા પોલીસે ટોળાને વિખેરવા હળવો લાથીચાર્જ કરવો પડ્યો હતો. આજે સવારથી જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ યુપીએલ કંપનીની બહાર રસ્તા ઉપર બેસી આંદોલન શરૂ કર્યું હતું. ગ્રામજનોએ કંપની સત્તાધીશોને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, અમારી માંગ પુરી ન થાય ત્યાં સુધી તેઓ રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.
વહીવટી તંત્ર અને પોલીસની સમજાવટથી પણ મામલો થાળે ન પડતા પોલીસે ટોળાં વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. પોલીસના એક્શનથી ગ્રામજનો પણ રોષે ભરાઇ અને ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અટલકાયટી પગલાં ભરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યના સમાચારોથી માહિતગાર થવા અમારા તમામ સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર આપ follow કરો, share કરો like કરો અને subscribe કરો
: Follow Instagram
https://www.instagram.com/invites/contact/?i=hcxrbdt3lyb&utm_content=k3swzjw
: Like Facebook page
https://m.facebook.com/VandeGujaratNews/?ref=bookmarks
: follow Twitter
https://twitter.com/REPORTERBHARAT?s=08
: subscribe Youtube
https://www.youtube.com/user/bharat45979