Vande Gujarat News
Breaking News
BJPBreaking NewsGovtGujaratKachchhNational

વડાપ્રધાનશ્રી ૧પમી ડિસેમ્બરે કચ્છ આવશે, ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક-માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટના ભૂમિપૂજન પ્રધાનમંત્રીશ્રી કરશે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત આગામી તા.૧પ ડિસેમ્બરે કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવશે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આ વિગતો આપતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપણીએ કહ્યું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે.
પ્રધાનમંત્રીશ્રી આ પાર્કના ખાતમૂર્હત ઉપરાંત માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ડિસેલીનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે.
દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાનશ્રીના હસ્તે શરૂ કરતા જઇએ છીયે. તેમાં સી-પ્લેન, રો-પેક્ષ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેકટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના સંપન્ન થયા બાદ હવે વધુ નવા બે પ્રોજેકટસના પ્રધાનમંત્રીશ્રીના કર કમલથી ભૂમિપૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

ઝઘડિયાની UPL કંપનીમાં બ્લાસ્ટથી 24 કામદાર ઈજાગ્રસ્ત , 10 કિમી વિસ્તારમાં ભૂકંપ જેવો અવાજ સંભળાયો

Vande Gujarat News

અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમાર, જાપાનની ઇન્ડિયન એમ્બેસીમાં ફરજ બજાવતા મોના ખંધાર સહિત 5 IASને અગ્રસચિવ પદે બઢતી અપાઈ

Vande Gujarat News

भाजपा सरकार और संगठन खरमास के बाद करेंगे लोकसभा चुनाव की तैयारी, गृहमंत्री 16 को करेंगे रैलियां

Vande Gujarat News

अयोध्याः धन्नीपुर में प्रस्तावित मस्जिद का डिजाइन तैयार, कुछ इस तरह से दिखेगी

Vande Gujarat News

આમોદ તાલુકાના દોરા ગામના ખેતરોમાં પાણી ભરાયાં. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં આક્રોશ પારખી અધિકારીઓ દોડતા થયાં

Vande Gujarat News

પતંગ મહોત્સવના મુલાકાતીઓ માટે જી-20 ફોટોબૂથ ઊભું કરવામાં આવશે

Vande Gujarat News