



મહેન્દ્રસિંહ જાડેજા : મોરબી માં રેન્જ આઇજી સંદીપસિંહ ની અધ્યક્ષતા માં મોરબી ખાતે વાર્ષિક ઇન્સ્પે કશન સાથે મોરબી શનાળા રોડ ખાતે નૂતન પોલીસ ચોંકી ના લોકાર્પણ સહિત સી.પી.સી.પોલીસ કેંટીન ના આધુનિકરણ સાથે અદ્યતન સુવિધાજનક કેન્ટિંનનું પણ લોકાર્પણ કરાયું.
આ પ્રસંગે રેન્જ આઇ જી સંદીપસિંહે મોરબી જિલ્લામાં વાર્ષિક ઈન્સપેકશન અંગે પત્રકારો સાથે પણ વાત કરી હતી. તેઓએ મોરબી પોલીસની સરાહનીય કામગીરીને ગણાવી હતી. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મોટા ગુન્હાઓ માં ઘટાડા વચ્ચે ઘરફોડ ચોરી, મારમારી સહિત ગુનાહિત પ્રવૃત્તિ અંગે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
મોરબી જિલ્લા માં કડક બંદોબસ્ત સહિત ગુનાહિત ઈસમોના રાત્રિ લોકેશન સહિત કડક હાથે કામ લેવા મોરબી પોલીસને રેન્જ આઇજી સંદીપસિંહ એ કડક સૂચના આપેલ છે. હાલ વિશેષ કરી ને નાતાલ અનુલક્ષી જરૂરી સઘન પોલીસ બંદોબસ્ત સાથે રાત્રિ પેટ્રોલિંગ સહિત કાયદા અને વ્યવસ્થા સહિત covid-19 ના અનુલક્ષી જરૂરી તકેદારીઓ સાથે આમ પ્રજા ના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જેતે બાબતે જરૂરી સૂચના પણ આ તકે આપેલ.
રેન્જ આઇજી સંદીપસિંહ ના વાર્ષિક પરીક્ષણ સમયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુભાષ ઓડેદરા, પ્રો.આઇ.પી.એસ. એમ.આર.ગુપ્તા, ડી.વાય.એસ.પી. રાધિકા ભારાઈ , એમ.આઇ. પઠાણ સહિત પોલીસ અધિકારી ગણે હાજરી આપી હતી. વાર્ષિક ઈન્સપેકશન અને શનાળા રોડ સ્થિત નવા પોલીસ મથક ના લોકાર્પણ અને સી.પી.સી.કેન્ટીન નવીનીકરણ માં અદ્યતન સુવિધા અને પોલીસ પરિવાર ને કિફાયતી દરે જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેવી અદ્યતન સુવિધા સાથેની આધુનિક પોલીસ કેન્ટિનનું લોકાર્પણ કરવામાં આવેલ. તેમજ રેન્જ આઇજી દ્વારા પત્રકાર મિત્રોને પણ પ્રવર્તમાન covid-19 કોરોનાના સંભવિત સંક્રમણ અને મહામારી વચ્ચે સતત દોડધામ સાથે પ્રેરક કામગીરીને આવકારી આ તકે પત્રકાર મિત્રોને સાવચેતી રાખવા અપીલ કરેલ.