



ડેવલપમેન્ટ પરમિશન કેવી રીતે કામગીરી કરી શકે તે માટે માર્ગદર્શક ફિલ્મથી અપાયું માર્ગદર્શન
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ 2.0નું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. નવા વર્ઝનની શરૂઆત કાર્યક્રમમાં મંત્રી પ્રદીપસિંહ જાડેજા, કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન કેવી રીતે કામગીરી કરી શકે તે માટે માર્ગદર્શક ફિલ્મ માધ્યમથી માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઓનલાઇન કામગીરીથી પારદર્શિતા વધશે. રાજ્ય વચેટીયાઓથી મુક્ત થાય તેવો રાજ્ય સરકારનો નિર્ધાર છે.