



વિજયાલક્ષ્મી પંડ્યા : 3 જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિન નિમિતે દિવ્યાંગો ના ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઉમ્મીદ હેલ્પલાઇન ફાઉન્ડેશન, જયપુર દ્વારા આજે દીવ વાત્સલ્ય સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી ઉસ્માનભાઇ વોરા ને “દિવ્યાંગ રત્ન 2020” થી સન્માનિત કરવામા આવ્યા.
હાલે કોરોના મહામારીના કારણે જયપુરમા કલમ 144 હોવાથી સમગ્ર સન્માન સમારોહ ઓનલાઈન કરવામા આવેલ હતો.
ધી સોસાયટી ફોર વેલફેર ઓફ ચિલ્ડ્રન વીથ સ્પેશિયલ નીડ્સ, દીવ ઉમ્મીદ હેલ્પલાઇન ફાઉન્ડેશન જયપુર નો આભાર વ્યક્ત કરે છે.