



મહેન્દ્રસિંહ જાડેજા, મોરબી : માનવીના શરીરની રચના ઈશ્વરે જે પ્રમાણે કરી છે કે શરીરનું એક-એક અંગ જો શરીર પરના રહે તો માનવી માનસિક રીતે તૂટી છે વિશ્વમાં એવા કેટલાય વિકલાંગો છે જેમને એક હાથ નથી એક પગ નથી ઘણા એવા પણ છે જેમને બે હાથ નથી તો કોઈને પણ નથી જીવનમાં આર્થિક સમસ્યાઓ અને તકલીફો હોય તો તેની સામે માનવી લડી શકે છે પરંતુ જ્યારે શારીરિક તકલીફોનો સામનો કરવાનો આવે ત્યારે માણસ માનસિક રીતે આર્થિક રીતે અને સામાજિક રીતે પણ હારી જાય છે
પરંતુ ઘણા એવા પણ વિકલાંગ હોય છે જેમનો ધ્યેય કોઈ પણ કપરી પરિસ્થિતિનો સામનો કરવા અને તેની સામે ખંતથી લડી લેવાનો હોય છે. આવા મજબૂત મનોબળવાળા માનવો માટે રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આયોજિત અને ગેટ્બેક અમદાવાદના સહકારથી તેમજ ALTSO નાં આર્થિક સૌજન્યથી કુત્રિમ પગ ફિટિંગનો કેમ્પ યોજાયો હતો.
જેમાં ગુજરાતના લગભગ તમામ જિલ્લાના તેમજ પાડોશી રાજ્યો જેવાંકે.. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે ના દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક કુત્રિમ પગ ફિટ કરી આપવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં ઢીંચણ થી ઉપરના તેમજ ઢીંચણ થી નીચે ભાગ થી કપાયેલા પગ વાળા 70 થી વધું બાળકોને 30 લાખ થી વધુ કિંમતના સારી ક્વોલિટીના, હળવા વજન અનેં જોઇન્ટથી લચક મળે એવા મજબૂત અને ફિટિંગ કર્યા બાદ આરામથી કોઇપણ સાધન વગર કે ટેકા વગર હાલી, ચાલી, દોડી શકાય કે સહેલાઈથી સીડી ચડી શકાય એવા, 25 હજાર થી 55 હજારની કિંમતના, સરળ રીતે ખોલવાસને ઉપયોગ કરી શકે એવા કુત્રિમ પગ ફિટ કરી આપવામાં આવેલ.
આ કેમ્પનું આયોજન કોરોના કાળ પહેલાથી શરૂ કરવામાં આવેલ. અનેં હળવદ માં યોજાનાર આ કેમ્પની જાહેરાતની પોસ્ટ ખુબજ વાઇરલ થયેલી અનેં ઠેરઠેર થી કુદરતી રીતે અપંગ કે અકસ્માતે જેમને પગ ગુમાવ્યો હતો એવા 21 વર્ષથી નીચે ની ઉંમરના બાળકોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લોક ડાઉન આવી જતાં અને કોરોના મહામારીને હિસાબે એક એક દર્દીઓને અમદાવાદ ગેટ્બેક સેન્ટર ખાતે બોલાવીને માપ, સાઈઝ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા.
જેમ જેમ પગની કીટ તૈયાર થતી ગઈ એમ રોજ બે કે ત્રણ બાળકોને એપોઇન્ટમેન્ટ આપીને કુત્રિમ પગ ફિટ કરવાનું શરૂ કરવામાં આવેલ.
જેના આર્થિક સૌજન્યથી આ કેમ્પ સફળ થયો છે એવી ALTSO ન્યૂયોર્કની એક સામાજિક સંસ્થા છે. જે 2003 થી 21 વર્ષની નીચેના દિવ્યાંગ બાળકો માટે રોડશૉ, મોટા મ્યુઝિક શૉ, દ્વારા ફંડ ભેગું કરીને નિઃશુલ્ક અનેં નિષવાર્થ સેવા આપે છે.
આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 20 હજારથી વધુ બાળકોને કુત્રિમ પગ અનેં હજારોની સંખ્યામાં વ્હિલચેર આપવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ ડો.ચાંદની કોરાટ, પ્રોસ્થેટિટ્સ & ઓર્થોટીસ્ટ, ગેટબેક અમદાવાદના સંપૂર્ણ સાથ, સહકાર અને મહેનતથી સફળ થયો હતો.