



– માસ્ક મુદ્દે હાઇકોર્ટ અને સર્વોચ્ચ અદાલત સામસામે
– ગુજરાત સરકારે હાઇકોર્ટના આદેશને પડકાર્યો
માસ્ક ન પહેરવાથી થતું નુકસાન કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસથી થનારાં નુકસાનથી ઓછું છે : સરકાર
માસ્ક તો ફરજિયાત જ છે, નિયમ ભંગ કરનારાંઓને કાયદા મુજબ દંડ કરો : સુપ્રીમ કોર્ટ
ગુજરાતમાં માસ્ક વગર બહાર નીકળતાં લોકો પાસેથી દંડ ઉપરાંત કોમ્યુનિટી સર્વિસ કરાવવાના ગુજરાત હાઇકોર્ટના આદેશ સામે આજે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે ગઇકાલે આપેલા નિર્દેશો સામે રાજ્ય સરકારે સુપ્રીમમાં અપીલ કરી હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો અને તેને રદ કરવાની માગણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે પ્રતિવાદીઓને ચાર અઠવાડિયમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે ઉપરાંત તમામ રાજ્યોના મુખ્ય સચિવોને આદેશ કર્યો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતની કોવિડ તકેદારીઓ માટે તેમણે શું પગલાં લીધા છે તેનો જવાબ રજૂ કરવામાં આવે.
જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે માસ્ક ન પહેરવાની સમસ્યા ગંભીર છે પરંતુ નિયમ ભંગ કરનારાંઓ પાસે કોમ્યુનિટી સર્વિસ કરવવામાં તેનો ઉકેલ નથી. માસ્ક ન પહેરવાના કારમે જે નુકસાન થઇ શકે છે તે કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસથી થનારાં નુકસાનથી ઓછું છે.
આ રજૂઆત સાથે સહમત થતાં ખંડપીઠે કહ્યું હતું કે આ નિયમનું અમલીકરણ કઠીન છે તે અંગે હાઇકોર્ટે પણ નોંધ કરી છે પરંતુ નિયમોનો ભંગ કરી લગ્નોમાં એકત્ર થતાં લોકો અને મોલમાં હરતાફરતાં લોકોનું શું? જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે અત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ન્સિંગ જ આપણી પાસે ઉપલબૃધ ઇલાજો છે, કદાચ શિસ્તમાં ન રહેવું એ આપણી પરંપરા છે.
માસ્ક યોગ્ય રીતે પહેરવાની જગ્યાએ તેને લટકતું રાખવું અને કોવિડના નિયમોનો ભંગ કરવો સામાન્ય બની ગયું છે. ખંડપીઠે કહ્યું હતું કે માસ્ક ન પહેરનારા લોકો અન્ય લોકોના બંધારણીય હકોનું હનન કરી રહ્યા છે. રાજ્ય સરકારે માગણી કરી હતી કે હાઇકોર્ટના નિર્દેશો પર અમલવારી શક્ય ન હોવાથી તેના પર સ્ટે ફરમાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટે પણ ઉલ્લેખ કર્યો છે કે હાઇકોર્ટના આદેશોને મેળ વગરના કે અવ્યવસિૃથત હોવાથી તેના પર સ્ટે ફરમાવવામાં આવે છે, કોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી ચાર અઠવાડિયમાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે અંતે ટકોર પણ કરી છે કે આ સ્ટેનો મતલબ એવો નથી કે માસ્ક ન પહેરનારાં લોકોને કોઇ પ્રકારની મુક્તિ મળી છે. માસ્ક ફરજીયાત જ છે અને તે અંગેનો નિયમ ભંગ કરનારાલ લોકોને કાયદા મુજબ દંડ કરવામાં આવે.