



એવું માનવામાં આવે છે કે થાંભલો ૨૪ કલાકમાં સ્થળ બદલે છે
આ ચમકતો થાંભલો ૧૦ ફૂટ ઉંચો અને ૧૮ ઇંચ પહોળો છે
ન્યૂયોર્ક,
કોરોના મહામારીના વર્ષથી છવાયેલા રહેલા ૨૦૨૦ના વર્ષમાં ના બનાવાનું બને છે. સોશિયલ મીડિયામાં લોકો તેના દાખલા આપીને બસ હવે આ જ જોવાનું બાકી હતું એવી કોમેન્ટ પર કરતા હોય છે. હવે એક નવી ઘટના ધ્યાનમાં આવી છે કે જેમાં ધાતુનો થાંભલો દુનિયાના વિવિધ સ્થળે દેખાતો હોવાનો દાવો કરવામાં આવી રહયો છે. આ અજીબો ગરીબ પ્રકારનું રહસ્ય લોકોને ખૂબજ પ્રભાવિત કરી રહયું છે. એવું માનવામાં આવે છે કે ૨૪ કલાકમાં તે સ્થળ બદલતો રહે છે. બે હપ્તા પહેલા અમેરિકાના યૂટાના અંતરીયાળ દક્ષિણ પૂર્વી રેગિસ્તાનમાં બે હપ્તા પહેલા એક રહસ્યમયી ધાતુનો થાંભલો દેખાયો હતો. રેગિસ્તાનમાં આ થાંભલો કોણ લાવ્યું હશે એ પણ એક રહસ્ય બન્યું હતું.
જે ત્યાર પછી ગાયબ થઇને સીધો રોમાનિયાના એક કિલ્લામાં દેખાયો હતો જે લોકપ્રિય રોમાનિયાઇ પુરાતત્વિય શહેર પેટ્રોડવા ડેશિયન કિલ્લાની નજીક માં જ હતો. પહેલા આ થાંભલો ન હતો પરંતુ હવે અચાનક જ દેખાવા લાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ૨.૮ મીટરનો આ થાંભલો કાંચ જેવો હતો તેના પર ગ્રેફિટી પણ બનાવવામાં આવી હતી. કેટલાકનું માનવું છે કે આ કોઇ મશહુર કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હવે તે રોમાનિયામાંથી ગાયબ થયા પછી કેલિફોર્નિયામાં દેખાયો હોવાનો દાવો કરવામાં આવી રહયો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ઘાતુનો ખંભો કેલિફોર્નિયાના પાઇન પર્વત પર દેખાયો છે. થાંભલાની ત્રણેય બાજુઓ જોતા તે સ્ટીલ ધાતુનો બન્યો હોવાનું જણાય છે. આથી તે દૂરથી પણ ચમકતો હોય તેવો જણાય છે.
દરેક ખૂણા અણીદાર હોય તેવું જણાય છે પરંતુ થાંભલો જમીનની અંદર ખોડવામાં આવ્યો નથી. તેને ઉપરની સપાટી પર મુકવામાં આવ્યો હોવાથી હલાવી પણ શકાય છે. સોશિયલ મીડિયા પર જેમ થાંભલો વાયરલ થઇ રહયો છે તેમ વધુને વધુ પર્યટકો જોવા માટે ઉમટે છે. યૂટા, રોમાનિયા પછી હવે કેલિફોર્નિયામાં થાંભલોે દેખાતા આ એલિયનનું પરાક્રમ હોવાનું કેટલાક માનવા લાગ્યા છે. આ થાંભલો ૧૦ ફૂટ ઉંચો અને ૧૮ ઇંચ પહોળો છે. અમેરિકાના સ્ટેટ ક્રુ હેલિકોપ્ટરે આ થાંભલો જોયો હોવાથી તેનું સ્થળાંતર દુનિયા ભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. એવું માનવામાં આવે છે.