Vande Gujarat News
Breaking News
BhavnagarBreaking NewsGujaratTechnology

ક્લિનિકોમાં સીસીટીવી કેમેરા ફરજીયાત લગાવવાના રહેશે

– સીસીટીવી કેમેરાનો ડેટા ત્રણ માસ સાચવવો પડશે : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડયુ

ભાવનગર શહેર-જિલ્લામાં ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક કિલનિકોમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજીયાત છે અને તેનો ડેટા ત્રણ માસ સાચવવાનો રહેશે. આ અંગે ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડેલ છે અને જાહેરનામાનો અમલ કરવા સંબંધિત લોકોને સુચના આપવામાં આવેલ છે. જાહેરનામાનો અમલ નહી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પીસી એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩( ૧૯૭૪ નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ ૧૪૪ હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ કિલનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા અંગેનુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

જાહેરનામાનો ભંગ કરનાર ભારતિય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. ર૨ જાન્યુઆરી ૨૦૨૧ સુધી અમલમાં રહેશે તેથી લોકોને નિયમનુ પાલન કરવા જણાવેલ છે.

संबंधित पोस्ट

BTP અને AIMIMની આજે વાલિયા-ભરૂચમાં બેઠક યોજાશે, સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતાઓ

Vande Gujarat News

સુરત: પાંડેસરામાં ધુળેટીના દિવસે અસામાજિક તત્વોનો આતંક, તલવાર-ચાકુ વડે સ્થાનિકો પર હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ

Admin

વાલીયા તાલુકાના ડણસોલી ગામના સરપંચ અને તેના પુત્રએ ગ્રામ પંચાયતના સભ્ય ઉપર કર્યો હુમલો.

Vande Gujarat News

ભારત માટે સફળતા અને સેવા એક બીજાના પર્યાય, સોનું મહિલાનું આર્થિક શક્તિનું માધ્યમ

Vande Gujarat News

તવરા ગામમાં વાનરે બાળકને બચકા ભર્યા, શરીરના ભાગે 8 ટાંકા આવ્યા

Vande Gujarat News

अयोध्या में आज भव्य दीपोत्सव, 5 लाख 51 हजार दीयों से जगमगाएगी भगवान राम की नगरी

Vande Gujarat News