



સ્વ.અહમદ પટેલના પુત્ર અને પુત્રી પીરામણ ગામના આદિવાસી ફળિયામાં પહોંચી પરિવારને સાંત્વના આપી હતી. અને તેમની સાથે બાળપણમાં વિતાવેલા સમયને યાદ કર્યો હતો. પુત્રી મુમતાઝે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કહ્યું કે, ભલે અમારા પિતા રહ્યા નથી. પણ તેમણે કરેલા કેવાકાર્યોને અમે આગળ ધપાવીશું. જ્યારે ફૈઝલ પટેલે કહ્યું કે, પપ્પા માટે દુવા કરજો. હું અહીં આવતો રહીશ. તમારું કામ હોય તો સીધા મારી પાસે આવજો. હું તમારું કામ કરતો રહીશ તેમ કહી લોકોની પડખે રહેવાની વાત કરી હતી.
સ્વ.અહમદ પટેલ આપણી વચ્ચે નથી રહયાં પણ તેમણે કરેલા સેવાકાર્યો હજી લોકોના દીલમાંજીવંત છે. અહમદ પટેલ હયાત નથી ત્યારે તેમના સેવાકાર્યોને આગળ લઇ જવા માટે તેમનો પુત્રફૈઝલ અને પુત્રી મુમતાઝે તૈયારી બતાવી છે. આદિવાસી વિસ્તારોમાં તેમણે અનેક લોકોના જીવન બદલી નાંખ્યાં છે.