



અંકલેશ્વરમાં માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ સગીરા અને બાળકી સાથે દુષ્કર્મની ત્રીજી ઘટના બની છે. પ્રથમ ઘટનામાં યુવાને સગીરાને બર્થે પાર્ટીમાં બોલાવી દારૂનો નશો કરાવી દુષ્કર્મ આચર્યું હતું. બીજી ઘટનામાં પાડોશી યુવાને 5 વર્ષીય બાળકીને બિસ્કિટ આપવાની લાલચે શૌચાલયમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્રીજી ઘટનામાં પરપ્રાંતીયોના વિસ્તારમાં વધુ એક 15 વર્ષીય સગીરાને સ્થાનિક યુવાન રિદ્ધેશ વિશ્વકર્માએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ સગીરાએ તેની સાથે પ્રેમ સબંધ રાખલાનો ઈન્કાર કરતાં રિદ્ધેશ વિશ્વકર્માએ સગીરાની બીભત્સ તસવીરો અને લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરી રહ્યો હતો. જેથી સગીરાએ પરિવારજનોની મદદથી શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રિદ્ધેશ વિરુદ્ધ નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.