



સરકારના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા તારીખ 19 મી ઓગષ્ટ 2020 ના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરવામાં આવી હતી, અને ઇમેજ ઓફ સાયન્સ વિષય પર સ્પર્ધકો એ પોતોની તસવીરોને મોકલવાની હતી.આ સ્પર્ધામાં અંકલેશ્વર ના યુવા ફોટોગ્રાફર રાકેશ રાણા એ પણ ભાગ લીધો હતો. રાકેશ રાણા એ વર્તમાન કોરોના મહામારી માં શિક્ષણ પણ બાળકો ઘરે બેઠા ઓનલાઇન લઇ રહ્યા છે ,
ત્યારે તે વિષય પર બે બાળકો લેપટોપ પર શિક્ષણ મેળવી રહયા હોવાની તસવીર કેમેરામાં કંડારી હતી, તેઓની આ તસ્વીરને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પસંદ કરીને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો, અને રાકેશ રાણા એ આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતુ.