



સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંકલેશ્વર નગર અને અંકલેશ્વર તાલુકા દ્વારા દર મહિનાની શરૂઆતમાં અંકલેશ્વર નગર માં આવેલ પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવે છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ છેલ્લા બે વર્ષથી આ કામગીરી કરે છે. જેમાં આજ રોજ અંકલેશ્વર નગર સંયોજક અને વિવિધ વોર્ડ ના સંયોજકો સાથે હાજર રહી ને જવાહર બાગ અને સિનિયર સિટીઝન બાગ ખાતે આવેલ પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી.
જેમાં મુખ્યત્વે મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ડૉ.બાબાસાહેબ આંબેડકર, ભારત માતાની પ્રતિમા, સરદાર વલ્લભભાઈ પટેલ, કવિ પતીત, વીર ભગતસિંહની પ્રતિમાઓને પાણીથી ધોઈ અને સાફસફાઈ કરવામાં આવે છે.
જે સંદર્ભે અંકલેશ્વર નગરમાં આવેલ પ્રતિમાઓની સફાઈ કામગીરી માં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના અંકલેશ્વર નગર સંયોજક વનરાજસિંહ મહિડા અને સહ સંયોજક દર્શનભાઈ પટેલ હાજર રહ્યા હતા.