



કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાપુર દ્વારા આચાર્ય જેમી જેમ્સના માર્ગદર્શન હેઠળ કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નવ જેટલી વિવિધ હરીફાઇને સામેલ કરવામાં આવી હતી. જેમાં સ્વરસંગીત હરિફાઇમાં શાસ્ત્રીય અને પંરપરાપત સંગીત, વાદ્ય સંગીત, લોક નૃત્ય અને ચિત્રકામ જેવી કળાને સામેલ કરવામાં આવી હતી. આમ, આ કાર્યક્રમનો સમાપન સમારોહ ઓનલાઇન યોજવામાં આવ્યો હતો.